Abtak Media Google News

ગામના સરપંચ સહિત વડવાજડી અને સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

જત જણાવવાનું કે રાજકોટ જિલ્લાના કાલાવડ રોડ પર વડવાજડી ગામે છેલ્લા ઘણા સમયથી ચેકડેમો જર્જરીત હાલતમાં હતા અને તેમાં માટી ભરાઈ જતા એકદમ છીછરા પણ હતા. આવા સમયે અમે ગામના લોકો દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરતા તે સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ સખીયા અને ટ્રસ્ટીઓ સાથે રૂબરૂ મુલાકાતે આવી સર્વે કરેલ ત્યારબાદ ખેડૂતો સાથે લઈને આજુબાજુના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોને મળવાનું નક્કી કરેલ. ફિનિક્સ રિસોર્ટ ના માલિક રાજેશભાઈ મહેતા અને રમેશભાઈ ઠક્કર ને રૂબરૂ મળતા તેઓએ ત્રણ ચેકડેમનો રીપેરીંગ તેમજ ગૌભક્ત એવા ભરતભાઈ પરસાણા દ્વારા એક ચેકડેમ ના રિપેરિંગ માટે આમ ફૂલ ચાર ચેકડેમ રિપેરિંગ માટે આર્થિક સહયોગ ચેકડેમ પૂર્ણ કરેલ છે.

વડવાજળી ગામે ગીરગંગા પરિવારના પ્રમુખ દિલીપભાઇ સખીયા તેમજ ટ્રસ્ટીઓ દિનેશભાઇ પટેલ, વિઠલભાઈ બાલધા, રતીભાઈ ઠુમ્મર, લક્ષ્મણભાઇ સિંગાળા, રમેશભાઇ જેતાણી, અશોકભાઇ મોલીયા, મનીષભાઈ માયાણી દ્વારા ચોમાસામાં આ ડેમો રિપેર કરી અને ઊંચા લેવામાં આવેલા જે ચેકડેમ તૂટતા બચી ગયા અને વરસાદ આવતા પાણીનો ખૂબ મોટો જથ્થો ભરાતા જમીનમાં ઉતરેલ છે, જેના થકી પશુ-પક્ષી, જીવજંતુઓને અને ખેડૂતોને પોતાના ઉત્પાદનમાં પાણીની ખૂબ મોટો ફાયદો થસે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા સરપંચ મહેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું કે,  આ રીતે સમાજના સર્વે લોકો પોતાના વતન પ્રત્યે પ્રેમ બતાવી અને પોતાના વતનમાં રહેલ દરેક ચેકડેમો ને રીપેર અથવા ઊંચા કરાવવા જોઈએ, હાલમાં પાણીથી ભરાયેલા ચેકડેમો માં ખેતરની ફળદ્રુપ માટેનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં ધોવાઈને આવી ગયેલા છે જેના કારણે ચેકડેમો છીછરા થઈ ગયા છે, આવા સમયે જેસીબી અને હિટાચી દ્વારા માટી કાઢવી અતિશય જરૂરી છે, તળમાં વધુમાં વધુ પાણી ઉતરે અને ખેડૂતો ને ખેતીમાં ખૂબ ઉપયોગ થાય પ્રકૃતિ અને પશુ પક્ષીઓની રક્ષા થાય આવા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો અમારા વડવાજડી ગામે દરેક ચેકડેમ ઊંડા ઉતારવા માટે પણ સહયોગ મળે તો પાણી ખૂબ બચશે અને સમગ્ર જીવ સૃષ્ટિ ને ફાયદો થસે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત સરપંચ મહેન્દ્રસિંહ ડાભી, અભેસંગભાઇ ખેરડીયા, વનરાજસિંહ ડાભી, પ્રવિણસિંહ ખેરડીયા, રણજીતસિંહ ખેરડીયા, અને સિઘ્ધરાજસિંહ ખેરડીયા ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.