Abtak Media Google News

‘બી માઇન્ડ ફુલ, બી ગ્રેટ ફુલ, બી કાઇન્ડ’

આજે હેપીનેસ ડે ઉપર હકારાત્મક અને પરિપૂર્ણ માનસિકતા વિકસાવીને તમારા જીવનની સુખાકારીમાં સુધારો કરો

આપણાં રોજિંદા જીવનમાં લોકો પોતાના માટે ઓછુ અને પૈસાની દોડમાં જીવન વધારે વ્યતીત કરે છે ત્યારે આનંદ સાથે જીવનારા લોકો બહુ ઓછા જોવા મળે છે. બધાને પોતાના જીવન પ્રત્યે સતત અસંતોષ રહેતો હોય ત્યારે સંતોષ સાથે જીવનાર, નિજાનંદમાં મસ્ત ફકીરી જીવન જીવનારાનું આયુષ્ય વધારે જોવા મળે છે.

‘હેપી નેશ’ જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. આજે વિશ્ર્વ હેપીનેશ દિવસ છે ત્યારે આ વર્ષથી થીમ ‘બી માઇન્ડ ફુલ, બી ગ્રેટ ફુલ, બી કાઇન્ડ’ સમગ્ર વિશ્ર્વને અપાય છે. આપણાં રોજીંદા જીવનમાં આનંદ, કુતજ્ઞતા અને દયાનો આપણાં રોજીંદા જીવનમાં આનંદ, શ્રેષ્ઠ જીવન જીવવું જોઇએ. હકારાત્મક અને પરિપૂર્ણ માનસિકતા વિકસાવીને પૃથ્વી પરના દરેક માનવીએ તેની સુખાકારીમાં વધારો કરવો જોઇએ. શરીરના શ્રેષ્ઠ આરોગ્ય માટે માનસિક સ્વાસ્થ્ય શ્રેષ્ઠ ગણાય છે, તેથી હેપીનેશ લાઇફ માટે સ્વ આનંદનું વિશેષ મહત્વ હોવાથી તેની દરકાર દરેક માનવીએ કરવી જરુરી છે.

યુએન  દ્વારા સુખને મૂળભૂત માનવ ઘ્યેય તરીકેની માન્યતા બાદ ર013 થી આ દિવસની વૈશ્ર્વિક ઉજવણી થઇ રહી છે. આજે તો વિશ્ર્વ લેવલે હેપીનેશ ઇન્ડેક્ષ જાહેર કરીને દેશોના ક્રમાંક અપાય છે. યુએન મુજબ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ગરીબીનો અંત લાવવા, અસમાનતા ઘટાડવા અને આપણા ગ્રહનું રક્ષણ કરવા માટે ચાવી રુપ પાસાઓને જોતા માનવીના સુખ તરફ દોરી જતા જોવા મળે છે.

વૈશ્ર્વીક લોકો જીવનના સુખ અને સુખાકારીનું મહત્વ સમજીને જાગૃત થાય તે જરુરી છે. આ બન્ને માત્રવ્યકિતગત ઘ્યેયો નથી પણ સામુહિક પણ છે. દરેક માનવીએ સુખને એક અવસર આપવો જ જોઇએ. પરિવાર સાથે હસતાં હસતા આનંદમય વાતાવરણનું જીવન જ તમારુ જીવન બાગબાન બનાવે છે. મનો વિજ્ઞાન અનુસાર સુખ એ એક ભાવનાત્મક સ્થિતિ છે, દયાનું એક સરળ કાર્ય કોઇના દિવસને આનંદમાં લાવી શકે છે, ચહેરા પર સ્મિત લાવી શકે છે.

આજે આ રીતે બીજાને ખુશ કરજો

  • સરસ મજાની રસોય રાંધીને સમુહમાં જમવાનો આનંદ લો
  • કોઇ વ્યકિતને સરસ મજાનું ગીત મોકલીને તેને આનંદિત કરો
  • મારા અલંકારીક શબ્દોમાં પત્ર લખીને કોઇકના ચહેરા પર સ્મીત લાવો
  • બધી જ ચિંતાઓ મુકી ને મિત્રોને ભેંટી પડશે
  • રંગબેરંગી ફૂલો આપીને હસતા મોઢે સામેની વ્યકિતનું અભિવાદ ન કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.