Abtak Media Google News

શ્રમિકોને પહેલાં 9887 વેતન મળતું હતું તેમાં 2436 રૂપિયાનો વધારો: હવે અર્ધકુશળ શ્રમિકોને માસિક 11,786 તથા બિનકુશળ શ્રમિકોને 11,752 લઘુત્તમ વેતન મળશે

શ્રમિકોના લઘુતમ માસિક વેતનની રકમમાં 24 ટકાનો વધારો કરાયો છે. શ્રમિકોને પહેલાં 9887 રૂપિયા વેતન મળતું હતું તેમાં 2436 રૂપિયાનો વધારો થયો છે.  હવે અર્ધકુશળ શ્રમિકોને માસિક 11,786 તથા બિનકુશળ શ્રમિકોને 11,752 લઘુત્તમ વેતન મળશે.

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે લઘુતમ માસિક વેતનની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં શ્રમિકોના માસિક વેતનમાં 24.63 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કલમ 44 હેઠળ 46 વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

46 વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં શ્રમિકો અને લઘુતમ વેતનદારોને અગાઉ માસિક વેતન 9 હજાર 887.80 રૂપિયા મળતું હતું. તેમાં 2 હજાર 436.20 રૂપિયાનો વધારો કરીને હવે શ્રમિકોને માસિક વેતન 12, હજાર 324 રૂપિયા આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારે અર્ધકુશળ શ્રમિકોને માસિક 11,786 લઘુત્તમ વેતન આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત બિનકુશળ શ્રમિકોને માસિક 11,752 લઘુત્તમ વેતન મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.