Abtak Media Google News

યુવક ઓફિસમાં હતો ત્યારે આરોપીએ પેટ અને માથામાં છરીના મારતા હોસ્પિટલમાં ખસેડાયો : કર્મચારી સામે નોંધાતો ગુનો

શહેરમાં આહીર ચોકમાં ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટરને ત્યાં કામ કરતા તેના જ કર્મચારીએ મજાકમાં ગાળો બોલવાના મુદ્દે પેટમાં અને માથાના ભાગે છરી મારી દેતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે પોલીસે ટ્રાન્સપોર્ટરની ફરિયાદ પરથી ગુનો નોંધી કાયદેસરની કાયેવાહી હાથધરી છે.

વિગતો મુજબ ટ્રાન્સપોર્ટર કુલદિપ કાળુભાઈ ખુંગલા (ઉ.વ.રર, રહે. એકતા કોલોની શેરી નં.4, જંગલેશ્વર મેઈન રોડ) એ આરોપોમાં તેની જ ઓફિસમાં મેતાજી તરીકે નોકરી કરતા આદિત્ય કિયાડા (રહે. અરવિંદ મણિયાર સોસાયટી, કોઠારીયા રોડ)નું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું છે કે આહિર ચોક પાસેના નહેરૂનગર શેરી નં.7/6ના ખુણે તે પ્રગતિ રોડવેઝ નામથી ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. ગઈકાલે રાત્રે બજારમાં કામ પૂરૂ કરી પોતાની ઓફિસે ગયો હતો. તે વખતે તેની ગાડીઓમાં મજુરી કામ કરતા મનિષ લુહાર સાથે મશ્કરી શરૂ કરી હતી. ત્યારે તેનાથી ગાળ બોલાઈ જતા તેની ઓફિસમાં મેતાજી તરીકે નોકરી કરતો આદિત્ય બહાર આવ્યો હતો.

આવીને મને કોણે ગાળ કાઢી તેમ કહેતા તેણે તને ગાળ કાઢી નથી તેવો ખુલાસો કર્યો હતો. આમ છતાં આદિત્યે બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. તેને ગાળ બોલવાની ના પાડતા તેની સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી હતી. આ વખતે આદિત્ય અચાનક દોડીને નજીકમાં પાર્ક તેના બાઈકમાંથી છરી લઈ ધસી આવ્યો હતો. છરી તેના પેટમાં ઝીકી દીધી હતી. જેથી તે પડી ગયો હતો. તે સાથે જ બીજો ધા માથામાં ઝીકી દીધો હતો. ઓફિસમાં કામ કરતા અન્ય કાઢી તેમ કહેતા તેણે તને ગાળ કાઢી નથી તેવો ખુલાસો કર્યો હતો.

આમ છતાં આદિત્યે બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. તેને ગાળ બોલવાની ના પાડતા તેની સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી હતી. આ વખતે આદિત્ય અચાનક દોડીને નજીકમાં પાર્ક તેના બાઈકમાંથી છરી લઈ ઘસી આવ્યો હતો. છરી તેના પેટમાં ઝીકી દીધી હતી. જેથી તે પડી ગયો હતો. તે સાથે જ બીજો ઘા માથામાં ઝીકી દીધો હતો. ઓફિસમાં કામ કરતા અન્ય માણસોએ વચ્ચે પડી તેને બચાવ્યો હતો. તે વખતે આદિત્ય ભાગી ગયો હતો. તેને લોહીલુહાણ હાલતમાં તેના પિતા ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. તત્કાળ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થયા બાદ ભક્તિનગર પોલીસે ત્યાં જઈ ફરિયાદ નોંધી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.