Abtak Media Google News

દરેક વ્યક્તિને જીવનમાં પ્રગતિ કરવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને આર્થિક પ્રગતિ પાછળ લોકો આખું જીવન લગાવી દે છે. પરંતુ ઈચ્છિત સફળતા મળતી નથી. ઘણીવાર માણસ જવાબદારીઓના બોજ હેઠળ કોઇ જોખમ લેવાથી ડરે છે તેના કારણે તે સારી તક ગુમાવે છે. પરંતુ આ સિવાય અજાણતા આપણે એવી ભૂલો કરતા હોઇએ છીએ કે તે તમને ધનિક બનાવવાના માર્ગમાં આડખીલી બનતી હોય છે. આપણને એ ખ્યાલ નથી હોતો કે તમારી કેટલીક ખોટી આદતો જ તમને સફળ થતા કે અમીર બનતા રોકી રહી છે. આવી સાત આદતો અંગે જાણવું જરૂરી છે.

૧) ઘણીવાર લોકો સોદાબાજી કે ડીલિંગ કરવામાં કાચા હોય છે. જેમકે કોઇ નોકરીના પગારનું ઉદાહરણ લઇએ. ઘણા લોકો નવી નોકરીમાં પોતાના પગાર અંગે યોગ્ય રજૂઆત નથી કરી શકતા કે મળવાપાત્ર સારા પગાર અંગે ડીલિંગ નથી કરી શકતા. મોટા ભાગની પહેલી નોકરીમાં એવું થાય છે કે લોકો તે અંગે વધારે ચર્ચા કરવાનું ટાળે છે અને જે પણ સેલરી મળે છે તે ચલાવી લે છે. જો વિશ્વાસ હોય તો ક્ષમતા મુજબ પગાર માંગી શકાય.

૨) તમે ભવિષ્યમાં વળતર મેળવવા શેરો, રીયલ એસ્ટેટ કે અન્ય ચીજોમાં રોકાણ કરો છો. પરંતુ સૌથી સારું રોકાણ તમારા પોતાના પરનું રોકાણ છે. તમારા પોતાના પરનું ઇન્વેસ્ટમેન્ટ એટલે તમારે તમારી જાતને ચડિયાતી બનાવવી. તે માટે તમારે તમારી કચાશ, ઊણપ અને ખામીઓને જાણીને સુધારી લેવી પડશે. તમારે વધારે જ્ઞાન, જાણકારી અને વિશેષ સ્કીલ્સ મેળવવા પડશે અને તમારા અનુભવમાં ઉમેરો કરવો પડશે. જ્યારે તમારી અંદર આ ગુણો હશે તો નોકરીદાતા માટે તમે વધારે મૂલ્યવાન બની જશો.

૩) આપણામાંથી ઘણા બધા લોકો માત્ર નોકરી પર જ નિર્ભર રહે છે. તે ખોટું નથી પરંતુ તમારે વધારે નાણાં જોઇતા હોય તો માત્ર નોકરી પર નિર્ભર નહિ રહેતા અન્ય સ્રોતો પણ શોધવા જોઇએ. તેનું કારણ એ છે કે કોઇ જાણતું નથી કે ક્યારે તમારો બિઝનેસ ઠપ થઇ જાય કે નોકરી જતી રહે. આવા સંજોગો આવે તે પહેલા બેકઅપ સ્ટ્રેટેજી હોવી બહુ જરૂરી છે.

૪)  એવું જોવા મળે છે કે કારકિર્દીની શરૂઆતાં લોકોમાં ઘણો ઉત્સાહ અને મોટિવેશન હોય છે. લોકો પોતાની સેલરી, પોતાની પોઝિશન વગેરે માટે અવાજ ઊઠાવે છે. પરંતુ થોડા વર્ષો પછી આ ઉત્સાહ, એનર્જી ક્યાંક ખોવાઇ જાય છે. પછી લોકો જે ચાલે છે તેનાથી ટેવાઇ જાય છે. તેઓ કશું નવું નથી કરતા કે નવું શીખતા નથી અને પોતાના કામ માટે પણ ઉત્સાહિત હોતા નથી. એટલે સુધી કે તેઓ પોતાની સેલરી વિશે પણ કોઇ માંગણી નથી કરતા. આ વસ્તુ તમારા અમીર બનવાના માર્ગ માટે રૂકાવટ પેદા કરે છે.

૫) જિંદગીમાં એક લક્ષ્ય હોવું જરૂરી છે અને તેને પામવા માટે કોશિશ કરતા રહેવું પણ જરૂરી છે. ઘણીવાર લોકો પોતાનું લક્ષ્ય હાંસલ થઇ જાય પછી એવું વિચારીને આગળ વધતા અટકી જાય છે કે બસ, લક્ષ્ય તો પૂરું થઇ ગયું, હવે શું કરવું છે. પરંતુ એ ખોટી વિચારસરણી છે. આવી વિચારસરણી તમને આગળ વધતા, પ્રગતિ કરતા અટકાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.