Abtak Media Google News

વિશ્વની સૌથી લોકપ્રિય મેસેન્જર ઍપ વૉટ્સઍપ આજે બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક બંધ થઈ ગઈ હતી. જો કે ત્યાર બાદ થોડાં સમયમાં સર્વિસ પાછી કાર્યરત થઈ ગઈ હતી.

વિશ્વના લગભગ દેશોમાં વૉટ્સઍપમાં મેસેજની આપ-લે બંધ થઈ ગઈ હતી. જાણવા મળેલ પ્રાથમિક કારણો મુજબ વૉટ્સઍપનું સર્વર ખોરવાયું હતું જેના કારણે આ સમસ્યા ઉભી થઈ હતી.

અમેરિકા સહિત ભારત, મલેશિયા, સિંગાપોર, આફ્રિકન દેશોમાં વૉટ્સઍપ ડાઉન થવાના સમાચાર મળી રહ્યાં છે.

લોકોએ ટ્વિટર અને ફૅસબુક પર વૉટ્સઍપ ડાઉન થવાની પણ જાણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.