Abtak Media Google News

ચાલવામાં અવાજ ન આવે અને કમ્ફર્ટ જળવાઈ રહે એ માટે જાણીતાં આ જૂતાંમાં આજકાલ હીલ્સનો પણ ઑપ્શન મળે છે

આ જૂતાંનો ઉપયાગ પહેલાં પુરુષોએ શરૂ કર્યો અને ત્યાર બાદ સ્ત્રીઓએ પણ કેન્વસનાં સ્નીકર્સને પોતાની કમ્ફર્ટ માટે અપનાવી લીધાં હતાં. હાઈ હીલ્સ પહેરવાનો શોખ ધરાવતી વ્યક્તિ માટે સ્નીકર્સ નકામાં હતાં, પણ હવે એમાં ઘણા સારા અને ફેશનેબલ પર્યાયો પણ આવી ગયા છે.

 વેજ-હીલ્ડ સ્નીકર્સ

વેજ-હીલ્ડ સ્નીકર્સ જોકે બહારી તો ઍન્કલ લેન્ગ્નાં સ્નીકર્સ જેવાં જ લાગે છે, પરંતુ એમાં અંદરના ભાગમાં એડી પાસેનો ભાગ ઊંચો બનાવેલો હોય છે જેથી હાઇટ ઊંચી લાગે અને બહારી જોનારને હીલ્સ પહેરી હોય એવું દેખાશે પણ નહીં. હીલ ન દેખાવાના ફીચરને લીધે આને હિડન-હીલ્ડ સ્નીકર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 સ્લિપ-ઑન સ્નીકર્સ

સ્નીકર્સ મોટા ભાગે કેન્વસનાં અને લેસ બાંધવી પડે એવાં હોય છે. જોકે હવે આસાનીથી પહેરી અને કાઢી શકાય એવાં સ્લિપ-ઑન સ્નીકર્સ પણ ટ્રેન્ડમાં છે. આ સ્નીકર્સ ફક્ત કેન્વસનાં જ નહી પરંતુ નેટની લેસ, ફર, લેધર અને બીજા ફેબ્રિકમાં પણ બની રહ્યાં છે. સ્નીકર્સ ભલે કમ્ફર્ટેબલ હોય, પરંતુ એ સ્ટિલેટો જેટલાં સ્ટાઇલિશ તો ની જ લાગતાં એટલે એનો વપરાશ કેઝ્યુઅલ વેઅર સુધી જ મર્યાદિત રાખવો.

 સીક્વન્સ અને જરી

ગર્લ્સનાં જૂતાં હોય અને એના પર ચમક ન હોય એ શક્ય નથી. સ્નીકર્સમાં હવે શાઇની ઑપ્શન ઇન ટ્રેન્ડ છે. ટિક્કી અને સ્ટોન્સ લગાવેલાં સિલ્વર, ગોલ્ડન અને બીજા મેટલિક શેડ્સનાં સ્નીકર્સ જીન્સ સો ગર્લિશ અને સ્ટાઇલિશ લાગે છે.

 પેઇન્ટેડ સ્નીક્ર્સ

સ્નીકર્સ હવે રેડ, પિન્ક, બ્લુ, ગ્રીન જેવા અનેક કલર્સમાં મળી રહે છે. વાઇટ બેઝવાળાં સ્નીકર્સ લઈ એના પર પેઇન્ટિંગ કરવાનો ટ્રેન્ડ પણ છેલ્લા કેટલાક સમયી છે.

કોલેજ-ગોઇંગ છોકરા અને છોકરીઓમાં ખૂબ લોકપ્રિય યાં છે. બન્ને પગમાં કોન્ટ્રાસ્ટ કલરનાં સ્નીકર્સ પહેરવાનો પણ ટ્રેન્ડ છે. આ સિવાય બ્લેક સ્નીકર્સ હોય તો એક શૂની લેસ પિન્ક અને બીજાની ગ્રીન એ ક્ધસેપ્ટની પણ ખૂબ ડિમાન્ડ છે.

 સ્નીકર્સ નામ કેમ?

રબરના સોલને કારણે એનું નામ સ્નીકર્સ પડ્યું છે. રબરનો સોલ હોવાને લીધે આ જૂતાં પહેરીને ચાલો ત્યારે અવાજ ની આવતો. એટલે કે સ્નીકર પહેરીને કોઈ વ્યક્તિ સ્નીક-અપ એટલે કે તમારી બાજુમાંથી ચાલતી જતી રહેશે તો પણ તમને ખબર નહીં પડે અને માટે જ એનું નામ પડ્યું સ્નીકર્સ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.