વર્લ્ડ ફ્રુડ ઇન્ડિયા ઇવેન્ટમાં ૬૦ જાપાની પેઢીઓ ભાગ લેશે
આજરોજ વર્લ્ડ ફુડ ઇન્ડિયાનું ઉદધાટન કરતા પી.એમ. મોદીએ કહ્યું હતું કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓ ધરાવતો દેશ છે. ભારતના ખાદ્ય ઉત્પાદનમાં પણ ઘણો વધારો થયો છે. તેમજ આ કારોબારની સુગમતામાં પણ વુઘ્ધિ થઇ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર મેક ઇન ઇન્ડિયા પ્રતિ ખુબ જ કાર્યશીલ છે.ભારત હાલ વિસ્તૃત તેમજ મોટી ક્રાંતિ માટે તૈયાર છે. ત્રણ દિવસ ચાલનારી આ ઇવેન્ટમાં ૬૦ જાપાની પેઢીઓ ભાગ લીધો છે. આ સાથે આ ફુડ ઇવેન્ટમાં ભારત અને જાપાનની મિત્રતાના સ્વાદના ચટકારા તો ચોકકસ હશે જ આ ઇવેન્ટનું કેન્જી રિમાત્સુ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે એગ્રીકલ્ચર, ફોરેસ્ટ અને ફીશરીઝ વિભાગના મંત્રીઓ પણ આજની ઇવેન્ટમાં ભાગ લેશે . તેના એમ્બેસેડરે જણાવ્યું હતું કે આ ફુડ ઇવેન્ટ દ્વારા જાપાન ભારતમાં રોકાણ કરશે.ઇન્ડો–જાપાની મિત્રતા આમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આબે વચ્ચે આર્થિક, સામાજીક, તેમજ રાજકારણમાં દેખાઇ રહી છે.માટે તેઓ બન્ને તફરના રોકાણકારોને કહે છે તકોની અઢળક ભરમારો છે. હિરામાત્સુએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં જાપાનની ખાસ ડિશ પેશ થવાની છે. વાશોકુ જે એક જાપાની પરંપરાગત વાનગી છે. આ સહીત ચોયા ઉમેશું, યામામોટા, શોકુહીન, મરીન ફુડ અને સકાતા સીડ કુપીરેશન આ ઇવેન્ટનું ઇન્ડિયા ગેટના વિશાળ ગાર્ડન આયોજન કરાયું છે.