Abtak Media Google News

શિયાળાની ઋતુ આવતાની સાથે જ ત્વચાની ચમક જતી રહે છે તેમજ ત્વચા ખેંચાયેલી અને રુખી બની જાય છે. માટે ઋતુ તમારી સ્કિનને ડેમેજ કરે તે પહેલાં જ કરો આ ઉપાય મેળવો હેલ્થી, સ્કિન

– વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરો : ઠંડા પવન ત્વચાનું મોઇશ્ર્ચર ખેંચી લેતી હોય છે તેવું ન બને માટે વધુમાં વધુ માત્રામાં પાણી પીવો. જ્યારે ત્વચા હળવી ભેજયુક્ત હોય ત્યારે જ કોલ્ડ ક્રિમ લગાવો.

– સ્ક્રબ બનશે ઉપયોગી : ડેડ સ્કિનને દૂર કરવા અઠવાડિયામાં બે વખત સ્ક્રબ કરવો આ ઉપરાંત વારંવાર ચહેરા પર ફેસવોશ ન લગાવશે, તેના બદલે ફેસ વાઇપ્સનો ઉપયોગ કરો.

– એલોવેરાની કમાલ : એલોવેરા સુંદરતા મેળવવા માટે વરદાન સ્વરુપ છે. વિટામિન-ઇ કેપ્સુલ મિશ્ર કરી એલોવેરાને ચહેરા પર સુતા પહેલા લગાડો.

– આ તેલથી કરો મસાજ : ત્વચાને અઠવાડિયામાં બે વાર નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ કે બદામના તેલથી મસાજ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.