સાગર સંઘાણી
આગામી ૧ લી મે ના દિવસે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી જામનગર શહેરમાં થવાની છે જેને લઈને જામનગરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા સ્થાપના દિવસની ઉજવણીને વધુ રંગબેરંગી બનાવવાના ભાગરૂપે જામનગર શહેરની મોટાભાગની સરકારી ઇમારતો પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, અને કલરફુલ લાઇટોથી તમામ ઈમારતને ઝળહળતી કરી દેવામાં આવી છે.
જામનગરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ કે જ્યાં મુખ્યમંત્રી સહિતના ગુજરાત રાજ્યના રાજકીય આગેવાનો તથા મહેમાનો વગેરે રોકાણ કરશે, ત્યારે સર્કિટ હાઉસને રંગબેરંગી લાઈટ થી શણગારવામાં આવ્યો છે. જયારે તેની સામેના ભાગમાં અદાલત પરિસરના ગાર્ડન સહિત ના ભાગમાં તથા અન્ય સરકારી સંકુલો વગેરે પણ કલરફુલ લાઈટથી ઝળહળતા કરી દેવાયા છે.
જામનગર મહાનગરપાલિકા ની કચેરીને પણ સંપૂર્ણપણે લાઈટ થી સજાવી દેવામાં આવી છે, તે જ રીતે પીજીવીસીએલ ની કચેરી તથા અન્ય સરકારી ઇમારતો કે જ્યાં પણ કલર ફૂલ રોશની થી શણગાર સજી દેવાયા છે, અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની વિશેષ રૂપે ઉજવણી થઈ રહી છે.