Abtak Media Google News
  • સોમવારે સંક્ષિપ્ત સુનાવણી બાદ કોર્ટે સીઆરપીસીની કલમ 202 મુજબ તપાસના આદેશ આપ્યા
ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ થયો છે. આ કેસ અંતગર્ત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદએ કોર્ટમાં રજૂ કરેલા પુરાવા અંગે કોર્ટે 202 મુજબ તપાસના આદેશ આપ્યા છે. જો ફરિયાદીએ કોર્ટમાં રજૂ કરેલા પુરાવામાં માનહાનિ સાબિત થશે તો કોર્ટ તેજસ્વી યાદવને સમન્સ પાઠવશે અને માનહાનિનો કેસ દાખલ થશે.
બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં દાખલ થયેલા માનહાનિ કેસની આજે એટલે કે 8 મે, 2023ના રોજ સુનાવણી થઈ હતી. કોર્ટે સંક્ષિપ્ત સુનાવણી બાદ 202 મુજબ તપાસના આદેશ આપ્યા હતા. હાલમાં તો તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો દેખાઈ રહ્યો નથી, પરંતુ આવનારા દિવસોમાં તેમની મુશ્કેલી વધી શકે છે. કોર્ટે આપેલા ઈન્ક્વાયરી ઓર્ડરમાં માનહાનીના આરોપની પુષ્ટિ કરવામાં આવશે, ત્યારબાદ કોર્ટ નિર્ણય લેશે.
અમદાવાદની કોર્ટમાં એડીશનલ ચીફ મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ ડી.જે. પરમારે ઈન્ક્વાયરીનો આદેશ જાહેર કરીને વધુને સુનાવણીને 20 મેનના રોજ નિધારીત કરી હતી. અમદાવાદમાં રહેનારા અને વ્યવસાય કરતા હરેશ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મહેતાએ આરોપ લગાવ્યો હતો કે, તેજસ્વી યાદવે છેલ્લા મહિનાના અંતમાં વિધાનસભા પરિસરમાં નિવેદન આપ્યુ હતુ, જેમાં તેમણે કહ્યુ હતુ કે, વર્તમાન પરિસ્થિતિમાં માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે અને તેમને માફ પણ કરી દેવામાં આવે છે. તેજસ્વી યાદવના આ નિવેદનથી ગુજરાતીઓની માનહાનિ થઈ છે અને ત માટે તેમની સામે માનહાનિ કેસ ચલાવવામાં આવે.
માનહાનિ કેસમાં ફરિયાદએ આપેલા પુરાવાના વેરીફિકેશનની અને તેની તપાસ કરવામાં આવે છે. કેસની શરૂઆતમાં આ પ્રક્રીયાને અનુસરવામાં આવે છે. તપાસ બાદ જો કોર્ટેને લાગે કે, ફરિયાદએ જે પુરુવા રજૂ કર્યા છે તે સાચા છે અને તેમા માનહાનિ પુરવાર થાય છે. કોર્ટ સમન્સ જારી કરતી હોય છે. જે માનહાનિ પુરવાર ન થાય તો કોર્ટ માનહાનિનો કેસનો નિકાલ કરી દે છે. રાહુલ ગાંધી સામે સુરતમાં થયેલા માનહાનિ કેસમાં 202 મુજબ તપાસ થઈ ન હતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સંઘવીએ 202 મુજબ તપાસ ન થતા વિરોધ નોંધાવ્યો હતો અને કોર્ટમાં કહ્યુ હતુ કે, કોર્ટે કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર જ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.