Abtak Media Google News

ગ્લોબલ ન્યૂટ્રીશન રિપોર્ટ-૨૦૧૭માં ભારત સહિત વિશ્ર્વના ૧૪૦ દેશ અંગે અહેવાલ

ભારતમાં કૂપોષિત કરતા અપૂરતુ પોષણ ચિંતાનો વિષય છે. ધ ગ્લોબલ ન્યૂટ્રીશન રીપોર્ટ-૨૦૧૭માં લખ્યું છે કે – દક્ષિણ એશિયન દેશ ભારતમાં મુખ્ય ચિંતા અપૂરતા પોષણને લઈને છે. ધ ગ્લોબલ ન્યૂટ્રીશન રીપોર્ટ-૨૦૧૭માં ભારત સહિત વિશ્ર્વના કુલ ૧૪૦ દેશો અંગે વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં લખ્યું છે કે, ભારતમાં આરોગ્યને લગતી મુખ્ય સમસ્યામાં અપૂરતું પોષણ અગ્રસ્થાને છે.

જેમાં ૫ વર્ષથી નીચેની વયના ૩૮% બાળકોનો સમાવેશ થાય છે. અપૂરતા પોષણને કારણે બાળકો કાં તો ૫ વર્ષની વય પુરી કરે તે પહેલા જ મૃત્યુને ભેટે છે અથવા તો માનસિક બિમારી સહિત વિવિધ રોગનો ભોગ બને છે. ૫ વર્ષથી નીચેની વયના ૨૧% બાળકો અપૂરતા પોષણના કારણે તેમની ઉંચાઈ પ્રમાણે પૂરતુ વજન ધરાવતા નથી.  એકંદરે, અપૂરતા પોષણનો ભોગ મોટાભાગે બાળકો અગર મહિલાઓ બને છે તેમ ધ ગ્લોબલ ન્યુટ્રીશન રીપોર્ટ-૨૦૧૭માં સ્પષ્ટ લખ્યું છે. ન્યુટ્રીશન નિષ્ણાંત (ન્યુટ્રીશનીસ્ટ) અને ગ્લોબલ ન્યૂટ્રીશન રીપોર્ટ તૈયાર કરનારી પેનલના સભ્ય ડો.પૂર્ણિમા મેનન કહે છે કે દેશ પર ડબલ બર્ડન છે. એક તરફ બાળકોમાં અપૂરતું પોષણ અને બીજી તરફ મહિલાઓમાં વધતુ જતુ મેદસ્વીતાનું પ્રમાણ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.