Abtak Media Google News

વિજીયાનગર ખાતેથી નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો જોડાયા

ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય વી. વી. વઘાસિયા અમરેલીના શેલણા વંડા રોડ પાસેથી તેઓ કારમાં જઈ રહ્યા હતા. તે વખતે જ કાર અને જેસીબી વચ્ચે અકસ્માત થતાં તેમનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ તેમને આવો જ અકસ્માત નડ્યો હતો, પરંતુ તેઓ તે વખતે ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ આ વખતે ગંભીર અકસ્માત થતાં તેમનું નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે,સાવરકુંડલા વિસ્તારના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય વી.વી વઘાસિયાની કારને અકસ્માત નડ્યો હતો.અચનાક જ કાર શેલણા અને વંડા વચ્ચે જેસીબી સાથે અથડાવવાને કારણે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો.આ બનાવને પગલે તેમને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી.

તેઓને તાત્કાલિક ધોરણે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જોકે ત્યાં તેમને ફરજ પરના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ બનાવે પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.સામાજિક અને રાજકીય આગેવાનો પણ સમાચાર સાંભળતાની સાથે જ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.તો તેમણે આરએસએસના કાર્યકર્તાથી પોતાની કારકિર્દીની શરૃઆત કરી હતી અને તેઓ સાવરકુંડલા વિસ્તારમાં સક્રિયતાથી કામગીરી કરી ધારાસભ્ય અને રાજ્યકક્ષાના કૃષિ મંત્રી તરીકે પણ પોતાનું યોગદાન આપી ચુક્યા છે.

તેમના વતન વિજીયાનગર ખાતે  સવારે સ્મશાનયાત્રા નીકળી ત્યારે  હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા હતા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં  ભાજપના આગેવાનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.