Abtak Media Google News
  • બાવડાવદર પાસે બાઈક સ્લીપ થતાં ભાણવડના યુવાનનું મોત

બાવડાવદર પાસે ગઈકાલે સાંજના સમયે બાઇક સ્લીપ થઈ જતા ભાણવડના યુવાનો મોત થયું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે પોરબંદર દરગાહે દિદાર કરવા જઈ રહેલા યુવાનને રસ્તામાં જ કાળ ભેટતા પરિવારમાં માતમ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડમાં તકિયાવાડા પાસે રહેતા અને નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઓફિસ બોય તરીકે કામ કરતા તબરેઝ મોસલીમ બુખારી નામના ૨૯ વર્ષીય યુવાન પોરબંદર દરગાહ પર દીદાર કરવા જઈ રહ્યો હતો ત્યારે બાવળાવદર નજીક બાઇક સ્લીપ થતાં તેને સારવાર માટે પોરબંદર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવારમાં જ યુવકે દમ તોડયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ તબરેઝ બુખારી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર ઓફિસ બોય તરીકે ફરજ બજાવતો હતો. યુવકના આકસ્મિક મોતના કારણે એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.