Abtak Media Google News

કારેલાની ગુણવતા ખૂબજ સારી હોવાથી ભાવ પણ  સારા મળી રહ્યા છે

જામનગરના જોડિયા તાલુકાના નાના એવા હડિયાણા ગામના ખેડૂત નકુમ જયસુખ ભાઈ પીતાંબર, કે જેઓના ખેતરમાં ચારે બાદ તમને કારેલા જ જોવા મળશે. સામાન્ય રીતે શાકભાજીમાં કારેલાનું શાક ખુબ જ ઓછા લોકોને પસંદ હોય છે, પરંતુ ગુણકારી આ કારેલાનું સેવન કરવાનું અનેક ડોક્ટરો પણ કહે છે. જો કે ગુણકારી આ કારેલાની ખેતી કરીને ખેડૂત નટુભાઇને ખુબ જ ફાયદો થઇ રહ્યો છે.

નટુભાઇએ તેમના જ ગામના એક શિક્ષિત ખેડૂત પાસેથી આઇડિયા મેળવ્યો કે આપણે પણ ઓછા રોકાણમાં સારી આવક થઇ શકે તેવા પાકનું વાવેતર કરવું જોઇએ. આમ તેઓએ કારેલાની ખેતી શરૂ કરી. આ ખેતીમાં નટુભાઇએ માહિતી એકત્રિત કરી અને ત્યારબાદ ધીમે ધીમે સુધારો કર્યો. આજે નકુમ જયસુખભાઈ પીતાંબરના ખેતરના કારેલાની જામનગર અને રાજકોટ યાર્ડમાં ખુબ જ ડિમાન્ડ જોવા મળે છે.

નકુમ જયસુખ ભાઈ પીતાંબર  જણાવ્યું કે કારેલાની ખેતીમાં અમે અનેક જગ્યાએથી માહિતી મેળવી ત્યારબાદ આ નવન પ્રકારની ખેતીનો અખતરો શરૂ કર્યો હતો. જેમાં સૌપ્રથમ અમે ધોરિયાથી પિયત કરવાનું બંધ કર્યો અને ટપક પદ્ધતિથી કારેલાને પાણી આપીએ છીએ. મારા ખેતરમાંથી તૈયાર થતાં કારેલાના કિલોના 15થી 30 રૂપિયા સુધીનો ભાવ મળે છે. રાજકોટ અને જામનગર હું કારેલા વેંચવા જાવ છું. હું ખેડૂતોને સલાહ આપવા ઇચ્છું છું કે આજે બાગાયતી પાક અથવા શાકભાજીની ખેતી કરીને સારી એવી આવક મેળવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.