Abtak Media Google News

 મોરબી, ભૂજ (કચ્છ), નખત્રાણા, સિધ્ધપુર, જોડીયા, જાફરાબાદ સહિત ઠેર-ઠેર આવેદનપત્રો રેલીઓ દ્વારા ઉગ્ર આક્રોશ સાથે કરાઇ રજૂઆત

 

અબતક-રાજકોટ

અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તાજેતરમાં થયેલ કિશનભાઇ શીવાભાઇ બોળીયા (ભરવાડ)ની જેહાદી માનસિકતા ધરાવતા ધર્માંધ નામાક દ્વારા જે નિર્મમ હત્યા થઇ છે તે ઘટનાને સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં ઠેર-ઠેર આક્રોશ સાથે આવેદન પત્રો-રેલીઓ દ્વારા વિરોધ કરી હત્યારાને કડક સજાની માંગ કરવામાં આવી હતી.

મોરબી

મોરબી ખાતે મૌન પદયાત્રા રેલી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારોની સંખ્યામાં અલગ અલગ હિન્દૂ સંગઠનના લોકો જોડાયા હતા અને એ.ઇ.કોલેજ ગ્રાઉન્ડથી રેલી નિકળીને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી.

ભૂજ (કચ્છ)

જેહાદી માનસીકતા ધરાવતા ધર્માંધ નાપાક દ્વારા જે નિરર્મમ હત્યા થઇ છે તેને કચ્છ સમસ્ત હિન્દુ સમાજ વખોડે છે અને આવા જેહાદી માનસીકતા ધરાવતા તત્વો દ્વારા નાની-નાની બાબતોમાં ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય છે તેને પણ કચ્છનો હિન્દુ સમાજ વખોડે છે. સમગ્ર હિન્દુ માલધારી સમાજ સખત વખોડીએ છીએ આ હત્યાનો કેશ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી આરોપી અને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી છે. અખિલ કચ્છ માકપટ રબારી યુવા સંગઠન સખત વખોડી કાઢે છે તો તે આરોપીઓને ફાંસીની સજા થાય તેવી અમારી માંગણી છે.

નખત્રાણા

ધંધુકાની હત્યા તેમજ શેરગઢ ઘટનાને નખત્રાણા હિન્દુ યુવા સંગઠન દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું, કસૂરવારો સામે આકરા પગલાં લેવા હિન્દુ યુવા સંગઠન દ્વારા રજૂઆત કરાઇ હતી.

સિધ્ધપુરા

પાટણ જિલ્લાના સિદ્ધપૂર તાલુકા ખાતે હિન્દૂ સંગઠનો દ્વારા રાધનપુરના શેરગઢ ગામે થયેલ યુવતી પર હુમલો તથા ધંધુકામાં થયેલ હત્યાને લઈને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું. સિદ્ધપુર શહેર અને તાલુકાના હિંદુ સંગઠનો દ્વારા ધંધુકામા થયેલ કિસન ભરવાડની હત્યા અને રાધનપુરના શેરગઢ ગામે હિન્દૂ યુવતી પર થયેલ હુમલાને લઈને આજે સિદ્ધપુર ખાતે વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઘટનાના વિરોધમા મોટી સંખ્યામાં બાઈક રેલી યોજવામાં આવી, રેલીમા મોટી સંખ્યામા હિન્દૂ સંગઠનના કાર્યકરો જોડાયા હતા.

જોડીયા

જોડિયા ખાતે ધર્મ રક્ષા સમિતી દ્વારા ધંધુકા ગામે તા. 25 ના રોજ ધોળે દિવસે  બાઇક ઉપર આવેલા બે વ્યક્તિઓએ જાહેરમાં કિસન ભરવાડ નામના  યુવક ઉપર ફાઈરીગ કરી મોત ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.

જાફરાબાદ

ધંધુકા ગામે થોડા દિવસ પહેલાં જે ભરવાડ સમાજના કિશન શિવાભાઈ ભરવાડની હત્યા કરવામાં આવી હતી. તેના હત્યારાને કડક અને આકરી સજા કરવામાં આવે તે માટે રાજુલા પ્રાંત અધિકારી કે એસ ડાભીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

વાંકાનેર

વાંકાનેરમાં કાલે તા.31મીના બપોરે ટાઉનહોલ પાસેથી સમસ્ત હિન્દુ સમાજ પ્રેરિત જબ્બર રેલી ધંધુકાના કિશન બોળીયાના હત્યાના વિરોધમાં નિકળી હતી. જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી સેવા સદન ખાતે પહોંચી હતી. જ્યાં શહેર અને તાલુકાના જુદા-જુદા ગામના મંદિરોના મહંતો અને માલધારી સમાજના અગ્રણીઓના વરદ હસ્તે પ્રાંત અધિકારી શીરેસીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.