Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહા સત્તા બનવા તરફ મકમપણે આગળ વધી રહ્યું છે. ત્યારે ભારતની આ સ્થિતિ પ્રગતિમાં ક્યાંય હજુ સુધી વસ્તી વધારો આર્થિક ફુગાવો અને કુદરતી આફત કે બદલાયેલા મોસમ ના મિજાજ થી કૃષિ ઉત્પાદનમાં ખોટનો સામનો કરી રહેલા અન્ય દેશોની જેમ ભારતમાં કૃષિ ઉત્પાદનની ઘટ  જેવી નકારાત્મક સમસ્યાઓ અવરોધ રૂપ નથી બની તે પરિબળને નસીબની બલિહારી જ ગણી શકાય.

વિશ્વના અનેક દેશો અનાજની અછતની સમસ્યાથી ઘેરાઈ ચૂક્યા છે ,અને મોટાભાગની વસ્તી ભૂખ મરા ની ગંભીર પરિસ્થિતિ થી ઘેરાય છે ત્યારે ભારતમાં અનાજનું ઉત્પાદન સંતોષજનક  રીતે વધતું જાય છે, અને અનાજના ભંડારો છલકાઈ રહ્યા છે, યુનિસેફના અહેવાલમાં વૈશ્વિક સ્તરે અનાજની અછત ઊભી થઈ છે, તેવા સંજોગોમાં ભારતમાં આયોજનબદ્ધ કૃષિ વિકાસ અને બદલાઈ રહેલી કુદરતની હવામાન સાયકલ ,વરસાદમાં આવી રહેલા ફેરફાર અને ક્લાઈમેટ ચેન્જની અસર વચ્ચે પરંપરાગત કૃષિ ઉત્પાદન કેવી રીતે જાળવી રાખવું ?તે દિશામાં દેશના વૈજ્ઞાનિકો, સંશોધકો, કૃષિ વિભાગ ની સાથે સાથે આદિકાળથી પરંપરાગત રીતે ખેતી કરતા અનુભવી કૃષિકારો મોસમના આ બદલાવની અસર ઉત્પાદનમાં ન આવે તે માટે સજાગ રહીને જરૂરી ફેરફાર પાક બદલી, ખાતર બિયારણ ની પસંદગી જેવી ચીવટ ભરી કામગીરીથી કૃષિ ક્ષેત્રે ભારતનું ચિત્ર બદલાયું છે, ભારત અનાજ માટે માત્ર આત્મનિર્ભર જ નહીં પરંતુ અન્નદાતા બન્યું છે ,

વિશ્વના અનેક દેશો ની સ્થિતિ થી ભારત અલગ સ્થાને છે હજુ કૃષિ ક્ષેત્રે નાશવંત ઝળસની ટકાવારી ઘટાડવા અને અનાજ, ફળફળાદી; શાકભાજી ,અને કૃષિ પેદાશોની જાળવણી માટેની સગવડ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ખેડૂતોને ધન 67 અનાજ કઠોળ ની વાવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, અનાજની જાળવણી માટે નવી ટેકનોલોજીથી સાઈલોઝ પ્રકારના અનાજ જાળવવાના ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે ,ખેડૂતોને ગોદામ કોલ્ડ સ્ટોરેજની સગવડ થી સજ કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ભારત માત્ર અનાજ જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્ર ખોરાક અને પોષણ ની જાળવણીમાં પણ આત્મ નિર્ભર બની રહેશે .

1960માં જ્યારે ભારત અનાજ ની કથડેલી સ્થિતિ નો સામનો કરી રહ્યું હતું આજે પરિસ્થિતિ અલગ છે અને અનનો આદર કરનાર ભારતની સંસ્કૃતિ પર જાણે કે અન્નપૂર્ણા ના આશીર્વાદ વરસતા હોય તેમ ભારતમાં અનાજોના ભંડાર છલકાઈ રહ્યા છે

, સરકારની નીતિ પણ અનાજના સદુપયોગની રહી છે કોરોના કાળમાં સમગ્ર દેશવાસીઓને ઘેર ઘેર વિનામૂલ્ય અનાજ પહોંચાડનાર ભારતે અફઘાનિસ્તાન જેવા આર્થિક મુશ્કેલીનો અને આંતર વિગ્રહનો સામનો  કરી રહેલા દેશમાં પણ માનવતાના ધોરણે નફા ખોટ ના હિસાબ વગર અનાજ મોકલીને વિશ્વને ભારતની ઉદારતા અને માનવતાનો એક આગવો દાખલો પૂરો પાડ્યો હતો.

ભારત  અન્ન, અન્નદાતા અને અનાજની જેને જરૂરિયાત હોય છે તેની કદર કરવામાં ધર્મ સમજે છે આથી જ ભારત પર અન્નપૂર્ણા ના આશીર્વાદ વરસી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.