Abtak Media Google News

1788 બોટલ દારૂ,  ટ્રક અને  પીકઅપવાન મળી  રૂ.34 લાખનો મુદામાલ કબ્જે: ગેડીયાના બે શખ્સો ફરાર

અમદાવાદ-કચ્છ ધોરી માર્ગ પર આવેલા માલવણ ચોકડી પાસે  સેડલા ગામની  સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ   એલ.સી.બી.એ દરોડો પાડી રૂ.16 લાખની કિંમતનો  1788 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. બે વાહન અને દારૂ મળી રૂ.34 લાખનો  મુદામાલ કબ્જે કરી ગેડીય ગામના બે બુટલેગર સહિત પાંચ  શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

વધુ વિગત મુજબ સૌરાષ્ટ્ર પ્રવેશ  દ્વાર  ઝાલાવડ પંથકમાં વિદેશી દારૂની મોટાપાયે  હેરાફેરી  થતી હેવાની  સુરેન્દ્રનગર  એસ.પી. હરેશ દુધાતે   આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઈ.  વી.વી. ત્રિવેદી,   સહિતના  સ્ટાફે  પેટ્રોલીંગ  હાથ ધર્યું હતુ.પાટડી તાલુકાના ગેડીયા ગામના સોહરાબખશન   બીસ્મીલ્લાખાન મલેક અને સાહીરખાન  અલીખા મલેક સહિત બંને  શખ્સોએ   આર.જે. 2 જીએ  7202 નંબરનાં  ટ્રકમાં વિદેશી દારૂ ભરેલા  ટ્રક સેડલા ગામની સીમમાં કટીંગ થતુ  હોવાની એલ.સી.બી.ને મળેલી  બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.

દરોડા દરમિયાન રૂ.16 લાખની કિંમતનો  1788  બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.  બે વાહન અને  દારૂ મળી રૂ. 34 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન  નાશી છૂટેલા  ગેડીયા ગામના બે શખ્સ, ટ્રક, પીકઅપ વાનના  ચાલક અને  મોકલનાર સહિત પાંચની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.