Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી દેશના યુવાધનને આપશે રોજગારીની ભેટ. શુક્રવારે પ્રધાનમંત્રી કાર્યાલયથી આ વિડીઓ કોન્ફરન્સ માટે  જાણકારી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આ અવસર પર યુવાનોને સંબોધશ.

Advertisement

Images 3

આ રોજગાર મેળો દેશમાં ૪૪ જેટલા સ્થળો પર યોજવામાં આવશે. માત્ર કેન્દ્ર સરકાર માટે જ નહિ પરંતુ આ ભરતી રાજ્ય સરકાર તેમજ કેન્દ્રસાશિત પ્રદેશો માટે પણ એક મોટી તક બની રહેશે. આખા દેશમાંથી ૭૧,૦૦૦ જેટલા યુવાનો પસંદગી પામ્યા છે જેને રેવેન્યુ ડીપાર્ટમેન્ટ, ઈકોનોમી ડીપાર્ટમેન્ટ, પોસ્ટલ ડીપાર્ટમેન્ટ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચતમ શિક્ષણ વિભાગ, રક્ષા મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્રિય સાર્વજનિક ક્ષેત્રના અનુસંધાને, જળ વિભાગ, ગૃહ મંત્રાલય, કાર્મિક અને તાલીમ વિભાગ માટે નિયુક્તિ કરવામાં આવશે.

આ રોજગાર મેળો એ એક વિકાસના લક્ષને તેમજ યુવાઓને પ્રેરણા પૂરી પાડવાનો પ્રયાસ છે. દેશના વિકાસ માટેના પ્રધાનમંત્રીના દ્રઢ નિશ્ચયને આગળ વધારવાની એક દિશા પૂરી પડે છે. તો સાથે સાથે દેશના યુવાધન માટે એક અવસર પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.