Abtak Media Google News

વાતાવરણમાં ફેલાયેલું પ્રદુષણ ખુબ જ ચીંતાનો વિષય બનતો જાય છે. હાલનો દિલ્હીનો દાખલો જોતા પ્રદુષણ સામે તત્કાલ પગલા ભરવાની જરૂરિયાત સમજાય જાય છે. ત્યાંરે વિશ્વમાં ઘણા એવા કિસ્સા નોંધાયા છે જ્યાં પ્રદુષણ ઉપર કાબુ મેળવવામાં ઘણા અંશે સફળતા મળી છે. બ્રાઝિલના ક્યૂબાટાઉ નામના એક શહેરને ‘મોતની ખીણ’ કહેવામાં આવતું હતું. ક્યૂબાટાઉમાં પ્રદૂષણનું પ્રમાણ એટલું વધારે હતું કે તેજાબના વરસાદને કારણે લોકો દાઝી જતા હતા. જોકે, ફેક્ટરીઓની ચીમનીઓ પર ફિલ્ટર્સ લગાવવા દબાણ કરવામાં આવ્યું પછી શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ 90 ટકા સુધી ઘટ્યું હતું. હવાની ગુણવત્તા પર નજર રાખવા માટે બહેતર રીતો અપનાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.