Abtak Media Google News

વિજ્ઞાન અને ધર્મ સુમેળ એટલે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા એટલે જ આપણાં ઋષિ મુનિઓએ કેટલીક વાતોને ધર્મ સાથે સંકળાવી છે ત્યારેએ વારસામાં ભારતની સાંસ્કૃતિક ધરોહર એવી ગંગા નદી પ્રમુખ સ્થાને છે. ગંગા નદીએ માત્ર ધર્મનું પ્રતિક નથી પરંતુ તેની પવિત્રતાએ ધર્મ, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો સંગમ છે. ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી લઇ તે બંગાળની ખાડીમાં મળે છે ત્યાં સુધીમાં ૨૫૧૦ KMનું અંતર-કાપતા ભારત અને બાંગ્લાદેશમાંથી પસાર થાય છે અને તેમાં શ્રધ્ધાના બે સ્ત્રોત હરિદ્વાર અને બનારસનો પણ સમાવેશ થાય છે. ગંગા નદી અને તેના અનોખા પાણીની વિશેષતાઓ ઉલ્લેખ અનેક પ્રાચીન ધાર્મિક ગ્રંથ સિવાય ખૂબ માન સાથે વિદેશી સાહિત્યમાં પણ થયેલો દર્શાય છે. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો ગંગાજળ પવિત્ર છે ગંગા જળની વિશેષતા પ્રમાણે તે આધ્યાત્મીક લોકોની સાથે વૈજ્ઞાનિક લોકો માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે.  વૈજ્ઞાનિકોએ ગંગા જળમાં વેક્ટિરિયોફેઝ નામનાં વિષાણું જોયા છે જે પાણીને ગંદુ કરતા અન્ય જીવાણુંઓનું ભક્ષણ કરે છે અને એટલાં માટે જ ગંગાજળમાં ક્યારેય જીવડા નથી પડતા. આ ઉપરાંત ગંગાજળમાં ઓક્સિજન વાયુને કાયમ રાખવાની અસામાન્ય ક્ષમતા પણ રહેલી છે. તેમજ ગંગાજળમાં રહેલી મેડિકલ ક્ષમતાથી અનેક રોગને પણ દૂર કરી શકાય છે. અને એટલે જ આ જીવાદોરી સમાન ગંગાને પ્રદૂષિત થતી અટકાવવી એ આપણી ફરજમાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.