Abtak Media Google News

નાનપણથી જ એ કહેવત સાંભળતા આવ્યા છીએ કે પુસ્તકો આપણા સારા મિત્રો છે પરંતુ અત્યારનાં ઝડપી અને આધુનિકયુગમાં જ્યાં મોબાઇલ કોમ્યુટરમાં ઇન્ટરનેટનો ઉપયોગ સરળ બન્યો છે ત્યારે દુનિયા હથેળીમાં સમાઇ ગઇ છે તો તેની સાથે સાથે પુસ્તકોનું મહત્વ પણ ઘટતું ગયું છે ત્યારે એક અદ્યયનમાં એવી વાત સામે આવી છે કે જેમાં જે વ્યક્તિ પુસ્તક વાંચે છે તે વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતાં વધુ પરિપક્વ સમજદાર અને ભાવનાત્મક હોય છે ૧૨૩ લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જે કિંગસ્ટન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં પુસ્તકો વાંચતાં રમતા અને ટી.વી. જોવાની આદતો વાળા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે લોકોને વિવિધ વિષય લક્ષી પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. તેમજ અનેક સમસ્યાઓને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. જેના પરિણામ સ્વરુપ એ વાતની પુષ્ટી થઇ કે પુસ્તકો વાંચવા વાળી વ્યક્તિ ટીવી જોવા વાળી વ્યક્તિની તુલનાએ વધુ મિલન સાર હતા એ પણ જાણવા મળ્યું હતું કે ટીવી જોવા વાળી વ્યક્તિ બીજા સાથે હળવામળવામાં પણ નિષ્ફળ સાબિત થઇ હતી. તેમજ અલગ-અલગ વિષયનાં પુસ્તકો વાંચવા વાળી વ્યક્તિમાં વિશિષ્ટ વિશેષતાઓ જોવા મળી હતી. જેમાં કાલ્પનિક વિષય વાંચવા વાળી વ્યક્તિ સામાજીક તેમજ રોમાંસ વાંચવાવાળી વ્યક્તિમાં સહાનુભૂતિ જોવા મળી હતી. તો હવે બહેતર ઇન્સાન બનવા પુસ્તક વાંચવાનું ભૂલશો નહિં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.