Abtak Media Google News

બકરો….નામ સામે આવતા જ એ બલિનો બકરો હશે તેવું કલ્પના થયા વગર રહેતી નથી. સામાન્ય રીતે બકરા ઉછેર એટલાં માટે કરવામાં આવે છે કે કાતો તેની બલી ચડાવવામાં આવે અથવા તો ઉન માટે ઉછેરવામાં આવે છે. પરંતુ અહિં એવા બકરા વિશે વાત કરીશું જે એક સેલિબ્રિટી હતો અને તેના મૃત્યુ બાદ તેનાં ચાહકો શોકાતુર થઇ રડી પડ્યા હતા. આટલું જાણીને જ એમ લાગે કે આ વત અશક્ય છે પરંતુ આ વાત તદ્ન સાચી છે. એટલે આવો જાણીએ આ સેલિબ્રિટી બકરાની કહાની….

Advertisement

ઓસ્ટ્રેલિયાનો ગૌરી નામનો બકરો સોશિયલ મિડિયા પર ‘સ્ટાર ગૌરી’થી ફેમસ હતો જેનું મુખ્ય કારણ તે એક કોર્ટ કેસ જીત્યો હતો. તેણે તેના પર લાગેલાં ફૂલ ખાવાનાં કેસ પર જીત મેળવી હતી અને સાથે-સાથે સેલિબ્રિટી બનવા પાછળ બીજી એક ઘટના પણ જવાબદાર છે જેના તેણે એક ટ્રાવેલિંગ કોમેડી’ એક્ટમાં પણ કામ કર્યુ હતું. જેના કારણે તે ખૂબ જ પ્રખ્યાત થયો હતો. પરંતુ જ્યારે તેનું ટ્યુમરના કારણે મૃત્યુ થયું ત્યારે સોશિયલ મિડિયાનાં તેનાં ફોલોઅર્સ જેની સંસ્થા ૩૦,૦૦૦થી પણ વધુ છે એ તમામએ પોતાનો શોક વ્યક્ત કર્યો હતો અને ભાવભીની શ્રધ્ધાંજલી અર્પી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.