Abtak Media Google News

રિઝર્વ ડે બાદ આવતીકાલે ભારત ફરી શ્રીલંકા સામે સુપર4નો મુકાબલો રમશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ સુપર-4ની મેચ હવે સોમવારે એટલે કે આજે રિઝર્વ ડે પર રમાશે. ભારતની ઈનિંગ્સની 24.1 ઓવર પૂરી થતાં જ મેદાન પર વરસાદે દસ્તક આપી હતી. આ પછી વરસાદ ઘણી વાર બંધ થયો અને પછી ફરી શરૂ થયો. અમ્પાયરોએ રાત્રે 8:45 વાગ્યે રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો. હવે મેચ સોમવારે બપોરે 3 વાગે શરૂ થશે. ભારતે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ અણનમ છે.

Advertisement

આજે રિઝર્વ ડે પર મેચ ફરી શરૂ થશે નહીં. તેના બદલે તે ભારતની ઇનિંગ્સની 24.1 ઓવર પછી શરૂ થશે. મેચની ઓવરો કટ ઓફ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં આજે આખી 50-50 ઓવરની મેચ રમાશે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની ઇનિંગ્સને 24.1 ઓવરથી આગળ લઈ જશે. રિઝર્વ ડે પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ આજે પણ રદ થાય છે, તો આવી સ્થિતિમાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. જેના કારણે ભારતને એક યા બીજી રીતે નુકસાન થશે. વરસાદના કિસ્સામાં પાકિસ્તાને સોમવારે મેચનું પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 20 ઓવર રમવી પડશે. જો મેચ 20 ઓવરની હોય તો પાકિસ્તાનને 181 રનનો ટાર્ગેટ આપવામાં આવશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના મીડિયા મેનેજર અને જનરલ મેનેજર કેસીનોમાં જતા વિવાદ જાગ્યો

એશિયા કપ હવે સુપર ફોર તબક્કામાં આવી પહોંચ્યો છે ત્યારે કોલંબો ખાતે પાકિસ્તાન ક્રિકેટ ટીમના મીડિયા મેનેજર અને જનરલ મેનેજર કેસીનોમાં જતા વિવાદ જાગ્યો છે અને તેમના ઉપર તપાસ પણ બેસાડવામાં આવી છે. પ્રાથમિક નિવેદનમાં પાકિસ્તાનના મીડિયા મેનેજર અને જનરલ મેનેજર જણાવ્યું હતું કે તેઓ માત્ર ડિનર માટે ગયા હતા પરંતુ તેમનું વિડિયો વાયરલ થતા પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફરી વિવાદમાં આવી છે અને બંને ઉપર શાબ્દિક પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.