Abtak Media Google News

ઓલિવ ઓઇલ હોય, અથવા રોજમેરી ઓઇલ આજકાલ તમને ઓઇલમાં અનેક વેરાઇટી મળી રહેશે, બધાના પોતાના ફાયદાઓ રહેલા હોય છે, પરંતુ ઓઇલની એકબીજી એવી જ વેરાયટી છે. જે ખૂબ જ ફાયદાકારક અને અસરકારક હોય છે આ છે બાયો ઓઇલ કેંડુલા, કેમેમાઇલ લવેન્ડર જેવા ઓઇલ્સને મિક્સ કરીને તૈયા થતા આ તેલમાં વિટામિન એ, કે એવા અનેક તત્વો રહેલાં છે. અન્ય તેલની સરખામણીએ આ લાઇટવેટ હોય છે અને એટલે જ સરળતાથી એબ્સોર્બ થઇ જાય છે. આ તેલવાળની સાથે ત્વચાની સમસ્યાઓને પણ ખતમ કરે છે.

એટલું જ નહી, આ તમારા મેકઅપ પ્રોડક્ટની કમી પણ પૂર્ણ કરી શકે છે. આ તેલ માર્કેટમાં સરળતાથી અવેલેબલ છે. તો તમે પણ જાણો બાયો ઓઇલથી કઇ રીતે નિખરી શકે સુંદરતા

– બાયો ઓઇલને તમે મેકઅપ પ્રાઇમર તરીકે ઉ૫યોગ કરી શકો છો, ચેહરો ધોયા બાદ મેકઅપ અને ફાઉન્ડેશન બાદ તેને સરખી રીતે લગાવો.

– ૮ સપ્તાહ સુધી બાયો ઓઇલો ઉપયોગ કરવાથી ૯૨ ટકા સુધીના ડાઘા ધબ્બા દૂર થાય છે, તમે સુતા પહેલા પણ આ ઓઇલનો ઉપયોગ કરી શકો છે.

– સોફ્ટ સ્કિન માટે તમે નહાવાના પાણી આ ઓઇલના ટીપા નાખી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.