Abtak Media Google News

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. દરમિયાન રાજયમાં અમૂક સ્થળો કમોસમી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. પાટણ અને દિયોદર ખાતે સવારે સામાન્ય છાંટા પડયા હતા.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૯.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાવ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા રહેવા પામી હતી. પવનની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૮ કિમી રહેવા પામી હતી. સવારે ઝાકળ વર્ષા થવા પામી હતી. વેસ્ટર્ન ડિસ્ટબન્સ નોર્થમાંથી પસાર થતા છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો નોંધાયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે સવારે ઝાકળવર્ષા થાય છે અને દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેવા પામે છે.  આગામી બે દિવસ રાજયમાં છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. દિયોદર પાટણમાં સવારે કમોસમી વરસાદના છાટા પડયા હતા.

દેવભૂમિ દ્વારકા પંથકનાં ખંભાળીયામાં વરસાદ

દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ખંભાળીયા પાસેના હંજડાખરીના પાટીયા પાસે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા પવન સાથે એકાએક વરસાદ ખાબકી પડયો અને ચારે તરફ થોડીવારમાં તો પાણી પાણી કરી દીધી આ કમોસમી વરસાદ થતા ખેડુતોમાં પણ ચિંતા જોવા મળી હતી અને એક બાજુ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી થવાનીહોય અને પગપાળા જતા પદયાત્રીઓને પણ આ વરસાદને કારણે પલળવાનો વારો આવ્યો એ રોડ ઉપર સેવા કરતા કેમ્પ સંચાલકોમાં પણ નારાજગી જોવા મળી હતી અને સંચાલકોની વ્યવસ્થા ઉપર ખરાબ અસર જોવા મળી કારણ કે કેમ્પોમાં ગાદલા ગોદળા અને રાશન જેવી વસ્તુએ પણ પલળી ગઈ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.