Abtak Media Google News

ગાંધીધામ સમાચાર

ગાંધીધામથી કાર્ગો ઝુપડા તરફનાં સર્વિસ રોડ પરથી રર કિલો ગાંજા સાથે બે શખ્સોને એસઓજીએ પકડી પાડયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ એસ.ઓ.જીની ટીમને મળેલી બાતમીના આધારે ગાંધીધામ વિસ્તારમાં આવેલા ગુડ સાઈટ ઓવર બ્રિજથી કાર્ગો ઝુંપડા તરફ જતા સર્વિસ રોડ પર મુળ બિહારનાં અજયકુમાર જયનંદન રાય તેમજ મોન્ટુ રામજી રાયને 22,110 કિલો ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો હતો.

Advertisement

આરોપીઓ પાસેથી રૂા. 22,100ની કિંમતનો ગાંજો, 2 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 1500 સહિત કુલ રૂા. 23,600નો મુદામાલ કબ્જે કરી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે સોંપી હાથમાં ન આવેલા પંછીલાલ યાદવ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.તપાસ દરમ્યાન આરોપી પંછીલાલ યાદવ હાથ આવ્યો નહોતો. આ કામગીરી એસઓજી પીઆઈ એનએન ચુડાસમા, પોસઈ એનકે ચૌધરી અને સ્ટાફ દ્વારા હાથ ધરાઈ હતી.

 ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.