Abtak Media Google News

જેમ માણસને એક દિવસ કામ કર્યા પછી ૬-૮ કલાકની ઉંઘ તેને તરોતાજા કરવા જરુરી હોય છે. એવી જ રીતે આપણે આપણાં સ્માર્ટફોન્સ વગેરેની બેટરીને પણ હંમેશા ફૂલ ચાર્જમાં રાખવાનું પસંદ કરતા હોઇએ છીએ. આજે ડેશ-ચાર્જિગને થોડા સમયમાં બેટરી ઘણી ચાર્જ થઇ જતી હોય છે ત્યારે સેમસંગે એક નવી જ ટેકનોલોજી વિકસાવી છે જેના દ્વારા ફક્ત ૧૨ મિનિટમાં જ બેટરી ફુલ ચાર્જ થઇ જશે.

સેમસંગના સંશોધબોએ ‘ગ્રેફિન બોલ’નામની નવી બેટરી સામગ્રી વિકસાવી છે. બેટરીની ક્ષમતાના ૪૫ ટકાનો વધારો કરી શકે છે તથા પાંચ ગણી ઝડપે ચાર્જિગ કરી શકાય છે.

આ ગ્રેફિન કાર્બનનું એલોટ્રોય રહેલું છે. સેમસંગના મતે ગ્રેફિન બોલ બેટરી સામગ્રી મોબાઇલ ડિવાઇસ, ઇલેક્ટ્રીક વાહનોના વિકાસ વગેરેમાં આગામી પેઢીના સેક્ધડરી બજારમાં થઇ શકે છે.

માત્ર ૧૨ મિનિટમાં જ બેટરીને ફુલ ચાર્જ કરી શકાતી હોવાથી તે મોબાઇલ ડિવાઇસ અને ઇલેક્ટ્રીક વાહનો માટે ક્રાંતિકારી શોધ બની શકે છે. ઉપરાંત પરંપરાગત લિથિયમ-આયન બેટરીની તુલનામાં ગ્રેફિન બોલ આધારિત બેટરી વધુ ઠંડી રીતે કાર્ય કરી શકે છે. અને ૬૦ ડિગ્રી સેલ્સિયસનું સ્થિર તાપમાન જાળવી શકે છે. જે નિર્દેશ કરે છે કે સ્થિર બેટરી તાપમાન  ઇલેક્ટ્રીક વાહનો માટે ચાવીરુમ હોય છે.

આજના સમયમાં જ્યાં મોબાઇલ ઉપકરણો તથા ઇલેક્ટ્રીક વાહનોના બજાર ઝડપથી વિક્સી રહ્યા છે અને પ્રદૂષણ પણ ઓછુ થાય તેવા હેતુથી ઓછા ભાવે નવી ટેકનોલોજી તૈયાર કરી લિથિયમ આયનના વિકલ્પ તરીકે આ દિશામાં વધુ સંશોધનો અને વિકાસ સાધવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.