Abtak Media Google News

ભાજપાએ  ગરીબો માટે અનેક તબીબી યોજનાઓ લાવી લોકોના સ્વાસ્થ્યનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે

રાજકોટ પૂર્વની બેઠક – ૬૮ના હંમેશા પ્રજાની સેવા કરવા ખડેપગે રહેનાર ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીએ પોતાના વિસ્તાર આર્યનગરમાં ” ભાજપાની “વિકાસની દવાથી તંદુરસ્ત બનેલ રાજકોટ હવે ઇટાલિયન રોગને સંપૂર્ણ નાશ કરશે ’ અને એક નવાજ જોમ અને જુસ્સા સાથે ખડું થયેલ રાજકોટ આપ સૌના સહકારથી વિકાસ અને પ્રગતિના નવા શિખરો શર કરશે તેવો નવો જુસ્સો વિસ્તારના લોકોમાં ઉમેર્યો હતો.

૧૦૮નું બિરુદ પામેલા અરવિંદભાઈ રૈયાણી અને તેમની સાથે ભાજપના આગેવોનો, કોર્પોરેટરો, સમર્થકોના મોટા સમૂહ દ્વારા ઘર-ઘર, લોકસંપર્ક યાત્રા વેગવંતી બની ગઈ છે. જ્યાં જાય ત્યાં લોકો પોતાના લોડીલા લોકસેવક અને સુખ દુ:ખના સાથીનું ઉમળકાભેર વાગત કરી તેમના વિજયી બનવવાનો વિશ્વાસ વ્યક્ત કરે છે. અરવિંદભાઈએ લોકોને વિશ્વાસ દેવડાવ્યો હતો કે ભાજપાની સરકાર રૂપી દવાએ હવે કોંગ્રેસ રૂપી ઇટાલિયન રોગનું સંપૂર્ણ નાબૂદ કરવાનું નક્કી કરી નાખ્યું છે.

જૂથ સભામાં ભાજપના શાસનમા ખાસકરીને અંત્યોદય પરિવારો માટે સરકારે અમલમાં મુકેલી દાક્તરી સેવાઓની સિલસિલાબંધ વિગતોથી લોકોને વાકેફ કરતાં  દલસુખભાઈ જાગાણીએ જણાવ્યું હતું કે,

આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખરેખર પ્રજાવત્સલ નેતા તરીકે સમાજના દરેક વર્ગના છેવાડાના માનવીની શારીરિક સુખાકારીની ચિંતા કરી છે. કોંગ્રેસેજે લોકોની દરેક પ્રકારે દુર્લક્ષ્યતા સેવી સમાજની તંદુરસ્ત પ્રત્યે આંખ આડા કાં કર્યાછે અને તેને કારણેજ આજે આપનો સમાજમાં જાતીવાદ- કોમવાદના કીડાઓ સળવળે છે અને શસ્ક્ત સમાજને બીમાર કરવાની મેલી મુરાદ સેવી રહ્યા છે. તેની સામે આજે ભજપાની સરકારે સમાજમાં સારી હોસ્પિટલો- નિ:શુલ્ક દાક્તરી સેવાઓ – ટોકન દરે મોંઘા ઓપરેશનો અને જીવલેણ બીમારીઓ સામે સસ્તી સારવાર અને વીમા કવચ પણ આપ્યા છે.

વિસ્તારના વોહરા સમાજના અગ્રણી હુસૈનભાઇ બાટલાવાળાએ જણાવ્યું હતું કે, ભાજપાની વિકાસની દવાથી દેશમાં જાતીવાદ, કોમવાદ, વંશવાદનું ઝેર ઉતરી જશે. વિકાસની અકસીર દવાથી જ દેશનું સામાજિક, આર્થિક સ્વાસ્થ તંદુરસ્તી પણ બની છે હવે આપણે ફરીથી મનડું નથી પડવું અને આ રોગને જડમૂળમાંથી નાશ કરી આપણા ” રાજકોટ રૂપી દેહ ” માંથી નાબૂદ કરી તંદુરસ્ત રાજકોટ બાનવીયે.

પૂર્વ મેયર વલ્લભભાઈ દુધાત્રાએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈના વડપણ હેઠળ શરુ આ વર્ષને “પંડિત દિન દયાળ વર્ષ” તરીકે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તેમનાજ નામ થી વિવિધ શહેરોની સરકારી દવાખાનામાં “પંડિત દીનદયાળ જાણ ઔષધિ કેન્દ્રો” ખોલવામાં આવ્યા છે અને જ્યાં ગરીબ પરિવારના દવાના અત્યાર સુધીમાં ૩૫ કરોડ થી વધુ રકમ ખોટી લૂંટાઈ જતી બચાવી શક્ય છીએ. આવી જ અન્ય એક યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબ્બકામાં ૧૪૫ જેટલા જેનરિક દવા સ્ટોર્સ ખુલ્લા મૂકીને ૬૦ કરોડ રૂપિયાની જેનરિક દવાઓ મૂકી ગરીબ પરિવારના ૩૮ કરોડ રૂપિયાની બચત કરાઈ છે.

બેઠક – ૬૮ માં આવતા શિવધારા રેસિડન્સી, લુહાર સમાજના સંમેલન, સરદાર સોસાયટી સહિતના વિસ્તારોમાં અરવિંદભાઈ સાથે ઘેલાભાઈ રબારી, યાકુબભાઈ પઠાણ, જોહરભાઈ કપાસી, પ્રભાતભાઈ કુગશીયા, મુકેશભાઈ ધનસેતા સહિતના કાર્યકરો સમક્ષ મતદારોએ પણ હવે ભાજપની આ વિકાસની ગોળી લઇ કોંગ્રેસ નામની ઇટાલિયન રોગને જડમુળ થી બહાર કાઢી નાખી માત્ર રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતને પૂર્ણ સશક્ત બનાવશે જ તેવો જયઘોશ પણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.