Abtak Media Google News

જ્ઞાતિવાદ-જાતિવાદના રાજકારણમાં પડયા વિના વિકાસની રાજનીતિને વરેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિકાસયાત્રાને આગળ ધપાવવા વિધાનસભા-૬૯માં ભાજપ તરફી મતદાન કરવા તમામ સમાજના લોકોને પરેશ ગજેરાની અપીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનમાં આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સહિત ૮૯ બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યારે આજે સૌરાષ્ટ્રની જાણીતી ધાર્મિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખુલ્લુ સમર્થન જાહેર કર્યું છે. જ્ઞાતિવાદ કે જાતિવાદની રાજનીતિમાં પડયા વિના વિકાસની રાજનીતિ વરેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે વિધાનસભા-૬૯ બેઠકમાં ભાજપ તરફી મતદાન કરવા પરેશભાઈ ગજેરાએ તમામ સમાજના લોકોને હૃદયપૂર્વક અપીલ કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જાતિવાદ અને જ્ઞાતિવાદના આધારે સતા હાંસલ કરવાના સપના નિહાળી રહી છે તો બીજી તરફ છેલ્લા ૨૨ વર્ષથી રાજયમાં સતા ભોગવી રહેલી ભાજપે એકમાત્ર વિકાસની રાજનીતિનો મુદ્દો અપનાવ્યો છે. આવતીકાલે પ્રથમ તબકકાના મતદાન પૂર્વે આજે બપોરે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સતાવાર સમર્થન જાહેર કરી દીધું છે. તેઓએ પાટીદાર સહિત તમામ સમાજના લોકોને આવતીકાલે પ્રથમ તબકકાના મતદાન અને ૧૪મી ડિસેમ્બરે યોજાનારા બીજા તબકકાના મતદાનમાં ભાજપ તરફી મતદાન કરવા તથા આહવાન કર્યું છે.  એક તરફ રાજયમાં જાતિવાદ અને જ્ઞાતિવાદ વચ્ચે કોંગ્રેસ વર્ગ-વિગ્રહ ઉભો કરવાનો હિન પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ ભાજપ તમામ સમાજને સાથે રાખી સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને સાર્થક કરી રહ્યું છે. પાટીદાર સમાજના બે ભાગલા પાડવાની કોંગ્રેસની નીતિ કયારેય સફળ થશે નહીં. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ આજે સત્તાવાર રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સમર્થન જાહેર કરતા ગુજરાતના રાજકીય ઈતિહાસમાં આજથી એક નવા જ અધ્યાયનો આરંભ થઈ ચૂકયો છે.

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાના મુખ્યમંત્રીને સમર્થનના નિવેદનથી કોંગ્રેસ સહિતના હરીફ પક્ષોની છાવણીમાં રીતસર સોંપો પડી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.