ધીરજ રાખો : મંત્રીમંડળમાં હજી 10 જગ્યાઓ ખાલી છે !

આગામી એકાદ-બે મહિનામાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી સંભાવના

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને 156 બેઠકો પર ઐતિહાસિક વિજય મળ્યો છે 156 ધારાસભ્યો હોવા છતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા  માત્ર 17 સભ્યોનું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું છે. ભાજપને ખોબલા મોઢે મત આપનારા અનેક જિલ્લાઓને ભારોભાર અન્યાય થયો છે. મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.

જો કે તમામે થોડી ધીરજ રાખવાની આવશ્યકતા છે. કારણ કે હજી મંત્રીમંડળમાં 10 જગ્યાઓ ખાલી છે. કમુરતા ઉતરતાની સાથે જ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને નવા 10 મંત્રીઓનો ઉમેરો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

ગુજરાત વિધાનસભામાં સભય સંખ્યા 182 ની છે. નિયમાનુસાર સભ્ય સંખ્યાના 1પ ટકા સભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય છે.

આવામાં રાજયમાં મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્યોનું મંત્રી મંડળ બનાવી શકાય છે.

ગઇકાલે ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓની સાથે 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે. માત્ર 17 સભ્યોનું મંત્રી મંડળ બનાવવામાં આવતા રાજયના રર જિલ્લાઓને સરકારમાં સ્થાન મળ્યું નથી. અનેક સિનિયરો મંત્રી પદ મેળવવા માટે દાવેદાર હોવા છતાં ખુરશીથી વઁચિત રહ્યા છે.

જો કે હવે ધીરજ રાખવા સિવાય કોઇ વિકલ્પ નથી મંત્રી મંડળમાં હજી 10 જગ્યાઓ ખાલી છે.

આગામી એકાદ-બે મહિનામાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં નવા 10 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તે વાત નિશ્ર્ચીત માનવામાં આવી રહી છે.

જે જિલ્લાનો હાલ કોઇ કારણોસર મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાયો નથી તેનો વિસ્તરણમાં સમાવેશ કરી લેવામાં આવશે.

નારાજગીના કડવા ઘુંટડા ગળી જજો બળાપા માટે કોઇ સ્થાન નથી

ભાજપ પાસે તોતીંગ બહુમતિ હોય કોઇ વ્યકિત કે સમાજને નારાજગીને ગણકારશે નહીં

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં સ્થાન ન મળવાના કારણે અનેક સિનીયર ધારાસભ્યોમાં થોડી ઘણી નારાજગી જોવા મળી રહી છે. જો કે ભાજપ પાસે હાલ તોતીંગ બહુમતિ હોવાના કારણે કોઇપણ વ્યકિત કે સમાજની નારાજગીની કોઇ દરકાર લેવામાં આવશે નહીં. ધારાસભ્યોએ નારાજગીના કડવા ઘુંટડા ગળી જવા સિવાય કોઇ જ વિકલ્પ બચ્યો નથી. બળાયો ઠાલવવાનો સમય હવે રહ્યો છે.જે ધારાસભ્યો જીતીને આવ્યા છે તેના માટે તે સૌથી મોટી વાત છે કારણે ભાજપે 4130 લોકોમાંથી જે 18ર લોકોને ટિકીટ આપી હતી. તેમાં તેનો સમાવેશ થાય છે. ધારાસભ્ય બન્યા તેને મોટી ઉપલબ્ધ સમજવી જોઇએ. કારણ કે ર7 સભ્યોનું મંત્રીમંડળ બનાવવામાં

આવે તો પણ 129 ધારાસભ્યોને મંત્રી પદ મળે તેમ નથી. ભૂપેન્દ્રભાઇ એ માત્ર 17 સભ્યોનું જ મંત્રીમંડળ બનાવ્યું છે. આવામાં 139 ધારાસભ્યો પાસે મંત્રી પદ નથી. તમામનો કયારેય મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય તેમ હોતો નથી આવામાં માત્રને માત્ર નારાજગીના કડવા ઘુંટડા ગળી જવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી.