Abtak Media Google News

કમુરતા પહેલા નવી સરકાર કાર્યરત: નવા ધારાસભ્યની શપથ વિધિ એકાદ મહિના પછી યોજાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત આઠેય કેબિનેટ મંત્રી અને આઠ રાજયકક્ષાના મંત્રીઓએ આજે સવારે અલગ અલગ સમયે પોતાના વિભાગનો ચાર્જ સંભાળી લીધો હતો પ્રથમ દિવસે મંત્રીઓએ પોતાના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઓળખ પરેડ કરી હતી. કમુરતા પહેલા નવી સરકાર સત્તારૂઢ થઇ જવા પામી છે. દરમિયાન તમામ ધારાસભ્યોની શપથ વિધી આગામી એકાદ માસમાં યોજાઇ તેવી સંભાવના જણાય રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સોમવારે બપોરે ભુપેન્દ્રભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓની સાથે 8 કેબીનેટ મંત્રી અને આઠ રાજયકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. દરમિયાન ગઇકાલે સાંજે મળેલી નવ નિયુકત સરકારની પ્રથમ કેબીનેટમાં તમામ મંત્રીઓને તેઓના વિભાગ અને સચિવાલયમાં ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોતાની પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસુલ અને આપતી વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંંદરો, માહીતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી  વિજ્ઞાન અને પ્રૌધોગિક, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળ્યા હોય તેવા વિભાગ પોતાની પાસે રાખ્યા છે.

જયારે કેબીનેટ મંત્રી કનુભાઇ દેસાઇને નાણા, ઉજા અને પેટ્રો કેમીકલ્સ મંત્રી બનાવાયા છે. ઋષિકેશ પટેલને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો, ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી, રાઘવજીભાઇ પટેલને કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોઉઘોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી, બળવંત સિંહ રાજપુતને ઉઘોગ, લધુ, સુષ્મ અને મઘ્યમ ઉઘોગ, કુટીર, ખાદી અને ગ્રામોઘોગ, નાગરીક ઉડ્ડયન, શ્રીમ અને રોજગાર મંત્રી, કુંવરજીભાઇ બાવળીયાને જળ સંપતિ, પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને  ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી, મુળુભાઇ બેરાએ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ  તથા કલાયમેન્ટ ચેન્જ વિભાગના મંત્રી, ડો. કુંબેર ડીંડોરને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી જયારે ભાનુબેન બાબરીયાને સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બનાવાયા છે.

રાજય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) હર્ષભાઇ સંઘવીને રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છીક સંસ્થાઓનું સંકલન બિન નિવાસી ગુજરાતીઓને પ્રભાગ વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરીક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામનો સ્વતંત્ર હવાલો) જયારે ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉઘોગ  સાંસ્કૃતિક પ્રવૃતિઓ (રાજયકક્ષા) વિભાગના મંત્રી બનાવાય છે. જગદીશ વિશ્ર્વકર્માને સહકાર, મીઠા ઉઘોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામનો સ્વતંત્ર હવાલો) લધુ, સુષ્મ અને મઘ્યમ ઉઘોગ, કુટીર, ખાદી અને ગ્રામોઘોગ, નાગરીક ઉડ્ડયન (રાજયકક્ષા) ના મંત્રી બનાવવામાં આવ્યા છે.

રાજય કક્ષાના મંત્રી પરસોતમભાઇ સોલંકીને મત્સ્યોઘોગ અને પશુપાલન મંત્રી, બચુભાઇ ખાબડને પંચાયત અને કૃષિ મંત્રી, મુકેશભાઇ પટેલને વન-પર્યાવરણ કલાપમેટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી, પ્રફુલ્લભાઇ પાન સેરિયાને સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રોઢ શિક્ષણ  અને ઉચ્ચ શિક્ષણ મંત્રી, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી જયારે કુંવરજીભાઇ હળપતિને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે.

નવનિયુકત મંત્રીઓને સચિવાલયમાં ચેમ્બરો પણ ફાળવી દેવામાં આવી છે જેમાં સ્વર્ણિમ સંકુલ-1માં કનુભાઇ દેસાઇ ચેમ્બર નં.1, ઋષિકેશ પટેલને ચેમ્બર નં.1, રાઘવજીભાઇ પટેલને ચેમ્બર-ર, બલવંતસિંહ રાજપુતને ચેમ્બર-3, કુંવરજીભાઇ બાવળીયાને ચેમ્બર-4, મુળુભાઇ બેરાને ચેમ્બર-પ, ડો. કુબેરભાઇ ડીંડોરાને ચેમ્બર નં.ર, ભાનુબેન બાબરીયાને ચેમ્બર-3 જયારે સ્વર્ણિમ સંકુલ-રમાં હર્ષ સંઘવીને  ચેમ્બર-4, જગદીશ વિશ્ર્વકર્માને ચેમ્બર-ર અને સ્વર્ણિમ નં.3 પરષોતમભાઇ સોલંકીને ચેમ્બર -1, બચુભાઇ ખાબડને ચેમ્બર-3, પ્રફુલ પાનસેરીયાને ચેમ્બર-પ, ભીખુસિંહજી  પરમારને ચેમ્બર-ર અને કુંવરજીભાઇ હળપતિને ચેમ્બર -3 ફાળવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.