Abtak Media Google News

નાશાની સેટેલાઇટ તસ્વીરોમાં જોવા મળેલ પથ્થરોની પટ્ટી કુદરત ન હોવાનું જણાઇ રહ્યું છે

રામસેતુ અથવા આદમના પુલ પૌરાણીક કથા હોવાનું ખંડન કરતા એક સાયન્સના ઇશારા બાદ આ મુદ્દો ફરી પ્રકાશમાં આવ્યો છે.

યુ.એસ. ચેનલ દ્વારા દેખાડવામાં આવતા પ્રોમોમાં કહેવામાં આવ્યું છે કે આ પુલ કુદરતી નહી પણ માનવ નિર્મીત છે. પ્રોમોમાં દર્શાવેલ લખાણ એવું કહી રહ્યા છે કે શું ભારત અને શ્રીલંકાને જોડતા સેતુની હિંદુની પૌરાણીક કથા સત્ય છે ? વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ આ પુલની આપતાની પુષ્ટી કરે છે.

સંશોધકોને ૩૦ મોઇલ લાંબી પથ્થરોની બનેલી પટ્ટી મળી આવી છે. તેવું નાસાના સેટેલાઇટ દ્વારા લેવાયેલ તસ્વીરો દેખાડી આ શો દાવો કરી રહ્યો છે. જેવા પથ્થરો છીછરા પાણીમાં જોવા મળે છે તેવા જ પથ્થરો આ રેત પટ્ટીમાં જોવા મળી રહ્યા છે તેવું આ તસ્વીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. બન્ને કાંઠાઓ પરથી આ પથ્થરો અહીં ભેગા કર્યા હોવાનું પુરાતત્વ વિદ્દ ચેલેશા રોઝે કહ્યું હતું.

ભારત-શ્રીલંકાને જોડતો સેતુ હિંદુ-પૌરાણીક કથા સત્ય છે એવુ વૈજ્ઞાનિક તથ્ય પ્રમાણે કરી શકાય છે કારણ કે ઊંડા દરીયાઇ પટ્ટીમાં જોવા મળતા પથ્થરો ત્યાંની રેતી કરતા પણ જુના છે. રોઝવે વધુમાં ઉમેરયું હતું વધુ સ્પષ્ટ કરીએ તો કહી શકાય છે ૭૦૦૦ વર્ષ જુના પથ્થરો ૪૦૦૦ વર્ષ જુની રેતી પર જોવા મળી રહ્યા છે. વધુમાં ભુસ્તરશાસ્ત્રી એલન લેસ્ટરે પણ ઉમેરયું હતું કે, પથ્થરો દુરથી લાવીને અહી રેત પટ્ટી પર મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.