Abtak Media Google News
  • શ્ર્વાસનળીમાં સલવાયેલા સોપારીના નાના કટકાએ વ્યક્તિના ફેફસા સંકોચી નાંખ્યા !!
  • સાત્વિક હોસ્પિટલના ડો.યજ્ઞેશ પુરોહિતના સચોટ નિદાન અને સારવારથી દર્દીને મળી અસહ્ય યાતનામાંથી મુક્તિ
  • ફાકી, માવા તથા સોપારી ખાતા લોકો માટે ફરી વખત એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

Whatsapp Image 2024 03 29 At 11.20.32 5418Bf67

એક 56 વર્ષના દર્દીને  છેલ્લા 9 મહિનાથી ખુબ જ ઉધરસ આવતી હતી.જે છેલ્લા ઘણા સમય ઉધરસ સતત વધતી  જતી હતી. સાથે સાથે છેલ્લા 2 મહિનાથી  રોજ ચડ-ઉતર્યો તાવ આવતો હતો વજન પણ ઘટતું  હતું અને થોડું ચાલવાથી શ્વાસ પણ ચડતો હતો. ઘણા ડોક્ટર્સને બતાવ્યા પછી પણ આ તકલીફમાં કોઈ ફેર પડયો ન હતો. એક એમડી ફીઝીશિયનને બતાવતા તેઓએ છાતીનો એક્સ રે તથા તેમાં  શંકા જેવું લગતા ફેફસાંનો સિટી સ્કેન કરાવ્યો હતો. જેમાં જમણી સાઇડનું નીચેનું ફેફસું સંકોચાય ગયું હતું. શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાયેલી હોવાથી આવું થતું હોવાની શંકા વ્યકત કરી હતી. દરમિયાન વધુ નિદાન અને સારવાર માટે વિદ્યાનગર મેઈન રોડ સ્થિત સાત્વિક હોસ્પિટલમાં ડો.યગ્નેશ પુરોહિતના નિરીક્ષણ કરતા દાખલ થયાં હતાં.ડો.પુરોહિતે દર્દીને ચેક કરતા જમણી સાઇડના ફેફસાંમાં કંઇક એબનોર્મલ હોવાનું જણાયું હતું.તુરંત દર્દીને ફેફસાંમાં દૂરબીન ઉતારીને તપાસ કરવાંની જરૂર હોવાનું જણાવ્યું હતું. દર્દી તથા સગા સહમત થતાં એકાદ કલાકમાં ઓપરેશન થિયેટરમાં દૂરબીનની તપાસ ચાલુ કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા દર્દીની જમણી સાઇડની શ્વાસનળીઓમાં નીચેના ભાગમાં બહારની  કોઈ વસ્તુ હોવાનું માલુમ પડ્યું હતું.જે શ્વાસનળીઓના સેગમન્ટને કમ્પલીટ બ્લોક કરતું હતું. તેના લીધે ફેફસાંનો અમુક ભાગ સંકોચાય ગયો હતો.મહા મહેનતે તેને બહાર કઢાયું હતું. અંતે ધાર્યા પ્રમાણે જ હતો એક સોપારીનો કટકો હતો. જે દર્દીની શ્વાસનળીમાં નવ મહિનાઓથી પડ્યો હતો અને અંદર ડેમેજ કરતો હતો. જેથી શ્વાસનળીની આજુબાજુની ચામડીમાં ખૂબ જ સોજો આવી ગયો હતો. અને ઘણું ઇન્ફેક્શન થઈ ગયું હતું. 30 મિનિટ જેવા ચાલેલા આ ઓપરેશન પછી 2-3 કલાકમાં દર્દીને ઘરે પણ મોકલી આપવામાં આવ્યા હતો. ડો. યગ્નેશ પુરોહિતે જણાવ્યું હતું કે મારા માટે સરપ્રાઈઝિંગ કેસ ન હતો. છેલ્લા 8-9 વર્ષમાં આ પહેલા પણ લગભગ 10થી 12 વખત મોટી ઉંમરના દર્દીની શ્વાસનળીમાં સલવાયેલાં  સોપારીના ઘણા કટકા મે નિદાન કરી બહાર કાઢ્યા છે.આ કિસ્સો પાન-ફાકી ખાતા લોકો માટે  ચેતવણીરૂપ છે.વ્યસન ક્યારેક મોટી યાતના આપતા હોય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.