Abtak Media Google News

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિભિન્ન યોજનાઓમાં જેમકે વિદ્યાર્થીઓની પરીક્ષા, વિદ્યાર્થીઓની પ્રવૃતિ, અંતિમ સંસ્કાર અને એચઆઈવીના દર્દીઓની સારવાર માટે આધારકાર્ડને અનિવાર્ય બનાવવા વિરુદ્ધ અંતિમ રાહતની માંગણી કરનાર અરજીઓ બાબતે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સામાન્ય માણસને મોટી રાહત આપનાર આધાર કાર્ડને લિંક કરવાની ડેડલાઈન 31 માર્ચ સુધી વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવા બેન્ક ખાતા આધારકાર્ડ વિના ખોલી શકાય છે. પરંતુ બેન્ક ખાતા ખોલવા માટે આધાર કાર્ડ મેળવવા માટેની અરજી કરી દેવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવી દીધુ છે કે મોબાઈલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરાવવાની પ્રક્રિયા પર પણ તેમનો નિર્ણય લાગુ પડશે. એનો અર્થ એ છે કે હવે મોબાઈલ નંબરને પણ 31 માર્ચ સુધી લિંક કરાવવાનો સમય મળી ગયો છે. અગાઉ આના માટે 6 ફેબ્રઆરી ડેડલાઈન નક્કી કરાઈ હતી.
મોબાઈલ સિમ સાથે આધાર લિંક કરવાના મુદ્દા પર અટૉર્ની જનરલે કહ્યું કે, મોબાઈલ સિમ સાથે આધાર લિંક કરાવાની ડેડ લાઈન સુપ્રીમ કોર્ટના આદેશથી 6 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. કોન્સ્ટિટ્યૂશન આ મુદ્દત વધારવા વિશે વિચાર કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.