Abtak Media Google News

રાજકોટથી દાહોદ મનાવવા જતા શ્રમિકો માટે એકસ્ટ્રા ૧૮થી વધુ બસો દોડાવાઈ: એસ.ટી.નિગમને વધારાની આવક

રાજકોટ જિલ્લાભરમાંથી શ્રમિકો પરંપરાગત ઉજવણી કરવા પોતાના વતન દાહોદ અને ગોધરા જતા હોય છે ત્યારે રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા શ્રમિકોને સરળ વાહન વ્યવહારની સુવિધા મળી રહે તે માટે તા.૬ થી ૧૧ દરમિયાન વધારાની ૧૮ જેટલી બસો દોડાવી હતી. જેની રાજકોટ એસ.ટી.ડિવીઝનને રૂ.૮.૧૮ લાખની વધારાની આવક થઈ હોવાનું વિભાગીય નિયામક દિનેશ જેઠવા અને ડેપો મેનેજર વરમોરાએ જણાવ્યું હતું.

રાજકોટથી દાહોદ, ગોધરા સહિતના આદિવાસી વિસ્તારોમાં દરમિયાન તા.૬ થી ૧૧ સુધી એકસ્ટ્રા ૧૮થી વધુ એસ.ટી.બસો દોડાવવામાં આવી હતી. ૬ દિવસ દરમિયાન ૪૫ જેટલી બસોને આ ‚ટ ઉપર રાઉન્ડ ધી કલોક દોડાવવામાં આવી હતી. શ્રમિક મુસાફરને માદરે વતન ઉજવણી કરવા માટે સરળ વાહન વ્યવહારની સગવડ મળી રહે તે માટે રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા રાજકોટ ડેપોની ૨૭ બસ, લીંબડીની ૬, સુરેન્દ્રનગર ૪, જસદણની ૪ અને ચોટીલાની ૪ ગાડી દોડાવવામાં આવી હતી.

માત્ર રાજકોટથી દાહોદ ‚ટની એકસ્ટ્રા બસો દોડાવવાથી એસ.ટી.ડિવીઝનને ૬ દિવસમાં ૮,૧૮,૪૫૪ ‚પિયાની આવક થઈ છે. છ દિવસ દરમિયાન કુલ ૪૫ એસ.ટી.બસોએ ૩૦,૪૮૧ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા વાર તહેવાર ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવે છે. અગાઉ શિવરાત્રીના મેળામાં પણ રાજકોટ એસ.ટી.ડિવીઝને એકસ્ટ્રા બસો દોડાવી હતી. આમ જુદા-જુદા રૂટ ઉપર પ્રસંગોપાત વધારાની બસો દોડાવવાથી એસ.ટી.નિગમને દૈનિક કરતા વધારાની આવક પણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.