Abtak Media Google News

રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો આરંભ: વિજેતાઓને ર૪ લાખના ઇનામો અપાશે: ૭પ હજારથી વધુ સ્પર્ધકો જોડાય તેવી શકયતા: પત્રકાર પરિષદમાં અપાય વિસ્તૃત માહીતી

રાજકોટમાં ગત વર્ષે પ્રથમ વખત યોજાયેલી હાફ મેરેથોનને મળેલી યાદગાર સફળતાને પગલે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આ વર્ષે આગામી તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ દ્વિતીય આતંરરાષ્ટ્રીય રાજકોટ ફૂલ મેરેથોનનું શાનદાર આયોજન કરવામાં આવનાર છે.

આ અંગે વિસ્તૃત માહીતી આપવા આજે મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાયના અઘ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડો. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્ટેન્ડીંગ કમીટીના ભૂતપૂર્વ ચેરમેન નીતીનભાઇ ભારદ્વાજ શાસક પક્ષના નેતા અરવિંદભાઇ રૈયાણી અને દંડક રાજુભાઇ અધેરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની, તેમજ નાયર કમિશનર ચેતનભાઇ નંદાણી એ એવી જાહેરાત કરવામાં આવી હતી કે લોકોમાં સ્વચ્છતા બાબતે જનજાગૃતિ આવે તે માટે અને રાજકોટવાસીઓમાં એકતા અને તંદુરસ્તી તથા નવી ઉર્જાનો સંચય થાય તેવા શુભ હેતુથી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફુલ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા ઓનન ફોર વર્લ્ડ એટલે કે રાજકોટથી લઇ વિશ્ર્વના કોઇપણ ખુણેથી કોઇપણ દોડવીર ભાગ લઇ શકશે.

આ અવસરે રાજકોટના મેયર ડો. દર્શીતાબેન ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે રાજકોટના લોકો વોકીંગ માટે ખુબ જ જાગૃત છે. જો કે ગત સાલની પ્રથમ ફુલ મેરેથોનને જે પ્રકારે ભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઇ હતી તે જોતા આ વર્ષે પણ રાજકોટ ફૂલ મેરેથોનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુને વધુ ખ્યાતિ પ્રાપ્ત થશે. રાજકોટના નાગરીકો વોકીંગની સાથો સાથ હવે રનીંગ પણ કરતા થયા છે તે હવે ફૂલ મેરેથોનના આયોજનમાં સતત બીજા વર્ષે પણ પણ તેમાં ભાગ લેવાની તક મળી રહી હોઇ તેઓનો ઉત્સાહ  પણ બેવડાશે. લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સજાગ બન્યા ઉપરાંત જાહેર સ્વચ્છતા તથા ટ્રાફીક વ્યવસ્થા અને પાણી બચાવ જેવી બાબતોમાં પણ અવેરનેસ કેળવવામાં મેરેથોનનું આ આયોજન તંત્રને ઉપયોગી બની રહ્યું છે.

પત્રકાર પરીષદના પ્રારંભે મ્યુનિ. કમિશનર બંછાનીધી પાનીએ હતું કે આગામી ૧૮ ફેબ્રુઆરીએ યોજનાર ૪૨.૧૯૫ કી.મી. ની ફુલ મેરેથોન માટે ગત વર્ષે જે રૂટ નકકી કરાયો હતો તે મોટાભાગે યથાવત રાખવામાં આવશે. વધુંમાં જણાવ્યું હતું કે આ વર્ષે ફુલ મેરેથોનમાં ૭પ હજારની વધુ સ્પર્ધકો ઉમટી પડે તેવી આશા છે. વિજેતાઓને રૂ ૨૪ લાખના ઇનામો અપાશે આજથી રજીસ્ટ્રેશન શરુ કરી દેવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારા, બ્રાન્ડ એમ્બેસેડર રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મેરોથોનના ચીફ ગેસ્ટ તરીકે ઉ૫સ્થિત રહ્યા આમંત્રણ અપાયું છે.

વિદેશના પ્રોફેશનલ રનર સાથે દોડનારા ભારતીય દોડવીરો ને પણ પુરુ પ્રોત્સાહન આપવા માટે તેઓને અલગથી ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવશે. ધારો કે વિદેશી રનર એક થી ત્રણ નંબરે આવે છે ને ચોથા ક્રમે ભારતીય રનર આવશે તો તે પ્રથમ નંબરના રોડક ઇનામના હકકદાર બનશે.

અહીં એ યાદ અપાવીએ કે, ગત સાલની રાજકોટ ફુલ મેરેથોન દોડે ભારતની સૌથી મોટી અને નંબર વન મેરેથોન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું. રાજકોટ ફુલ મેરેથોન દોડે એથ્લેટિકસ વર્લ્ડમાં એક નવો ઇતિહાસ સજર્યો હતો. આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ૬૩,૫૯૪ સ્પર્ધકોના રજીસ્ટ્રેશન સાથે રાજકોટ મેરેથોનના આયોજને એક નવું સીમાચિહ્મ પ્રાપ્ત કર્યુ હતુ. રાજકોટ મેરેથોનના આયોજનના ચેરમેન તરીકે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત રહેશે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે રાજકોટ મેરેથોન માટે સ્વચ્છતા મુદ્દે લોકોમાં વધુ સતર્કતા આવે તેવી થીમ રાખવામાં આવી છે. મેરેથોનના આ આયોજનથી રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળી ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.