Abtak Media Google News

સૌરાષ્ટ્રના ૧૫ હજાર ખેડૂતોને અપાશે માર્ગદર્શન: દેશ-વિદેશના ખેત તજજ્ઞો, કૃષિ વિજ્ઞાનિઓ હાજર રહેશે

જાન્યુઆરી ૨૦૧૬નું વર્ષ રાજકોટ તથા સૌરાષ્ટ્રના વાણિજય અને ઉધોગો માટે ઐતિહાસિક હતું. સૌરાષ્ટ્ર તથા રાજકોટના ઉત્પાદનને દેશ તથા વિદેશમાં પ્રસારીત કરવા માટે ‘વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર-૨૦૧૬’નું આયોજન કરવામાં આવ્યું ‘વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર-૨૦૧૬’ પ્રથમ આવૃતિ અત્યંત સફળ સિદ્ધ થઈ. વેપાર તથા ઉધોગોને તેના થકી લાંબાગાળાના ઘણા ફાયદાઓ થયા હતા.

તે જ શ્રેણીમાં વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર ૨૦૧૮માં આયોજીત થઈ રહ્યું છે. આ આયોજન પ્રથમ આયોજનથી પણ વધુ ઉતમ થશે તેમાં શંકા નથી. વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમિટ બીજી આવૃતિમાં ખેતી અને ખેતીને લગતા વિષયોને પ્રાધાન્ય આપવામાં આવશે. સૌરાષ્ટ્રના ખેડૂત, આબોહવા, જમીનના પ્રકારો તથા વિવિધ ખેત-પેદાશો તથા તેમાં કયા પ્રકારે વેલ્યુ એડીશન થઈ શકે તે માટે મહતમ પ્રયત્નો કરવામાં આવશે. આ આયોજનમાં એગ્રીકલ્ચરએ ફોકસ પોઈન્ટ રહેશે. આ દરમ્યાન દેશ-વિદેશમાં ખેત તજજ્ઞો, કૃષિ વિજ્ઞાનીઓ, ખેત પેદાશોને લગતા ઉધોગોના વિશેષજ્ઞો વગેરે સમીટમાં પોતાના જ્ઞાન તથા અનુભવોથી જરૂરી માર્ગદર્શન સૌરાષ્ટ્રના ૧૫૦૦૦થી વધુ ખેડુતોને આપશે.

વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર-૨૦૧૮ થકી સૌરાષ્ટ્રના વેપાર તથા ઉધોગો અને ખાસ કરીને ખેડુતલક્ષીની અર્થ વ્યવસ્થા વેલ્યુ એડીશન કરી ખેડુતો-વેપારીઓ તથા ઉધોગોને લાંબા ગાળે ફાયદો થાય તેવો ઉદેશ છે. ખેડુતોની આવક વધે અને ઉત્પાદન વધે તેવા પ્રયાસો રહેશે. સિંચાઈ યોગ્ય પઘ્ધતિથી વધારે પાક કેમ લઈ શકાય તેવા પ્રયત્નો રહેશે. ખેડુતોને યોગ્ય માર્ગદર્શનથી તેમજ ખેત પેદાશના ઉધોગોને તેમની સાથે સંકલન કરી યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે તેવું કરવું જ‚રી છે. રાજય તથા દેશના જીડીપીમાં સૌરાષ્ટ્રની ખેત-પેદાશોનો ડીજીપી દર સુધારવો. ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતીનું જ્ઞાન એન્ડ તેનું મહત્વ વધારવાનો પણ એક પ્રયાસ રહેશે. એકસ્પો એન્ડ સમીટમાં દેશ-વિદેશના ડેલીગેટસ પણ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમની વિગતો આપવા આવતીકાલે ઈમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે પત્રકાર પરિષદ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી આર.સી.ફળદુરૂ વિશેષ અતિથિ તરીકે મંત્રી જયેશ રાદડિયા તેમજ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ હાજરી આપશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર ઓઈલ મેન્યુફેકરર્સ એસો.ના પ્રમુખ સમીર શાહ તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઈ બારસીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.