Abtak Media Google News

એરલાઇન કંપનીઓ ભાડાંમાં વધારો કરીને તેમના ઓપરેશન્સ ખર્ચમાં થયેલા વધારાને ૫૦ ટકા સરભર કરશે

ઈંધણના વધતા ભાવ અને GSTલાગુ થવાને કારણે બિઝનેસ ખર્ચમાં વધારો થવાથી એરલાઇન કંપનીઓ ભાડામાં ૧૩ ટકા જેટલો વધારો કરી શકે છે. આ સંભવિત ભાવવધારો ખાસ કરીને છેલ્લી મિનિટે ખરીદવામાં આવતી ટિકિટ પર લાગુ પડી શકે છે. જુલાઈમાં GSTલાગુ થયા બાદ એરલાઇન્સનો બિઝનેસ ખર્ચ ૨૭ ટકા વધ્યો છે. અત્યારે જેટ ફ્યુઅલ (વિમાની ઈંધણ) GSTની હેઠળ નથી.

ઇન્ડિગો, સ્પાઇસજેટ, જેટ એરવેઝ અને એર ઇન્ડિયા સહિતની એરલાઇન્સે ક્ષમતા વધારી હોવાથી તેમજ હવાઈભાડાં નીચાં રાખ્યાં હોવાથી ભારતનું ઉડ્ડયન માર્કેટ વિશ્વમાં સૌથી ઝડપે વૃદ્ધિ કરી રહ્યું છે.

સ્પાઇસજેટના ચેરમેન અજય સિંઘે ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે, બજારમાં પેન્ટ-અપ ડિમાન્ડ (મજબૂત માંગ) ખૂબ વધારે છે. હું માનું છું કે, હવાઈભાડાં ચોક્કસપણે વધશે. ઈંધણ મોંઘું થયું છે અને GSTને લીધે ખર્ચમાં વધારો થયો છે એટલે, એરલાઇનનો ખર્ચ વધ્યો છે. સરકારે જેટ ફ્યુઅલને પણ GSTની હેઠળ સમાવવાની દિશામાં વિચારવું જોઈએ અને અમને ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવી જોઈએ. અમારે એરપોર્ટ ખર્ચ પણ ભરવાનો હોય છે.

એર અગ્રણી એરલાઇનના એક્ઝિક્યુટિવે નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે, એરલાઇન કંપનીઓ ભાડાંમાં વધારો કરીને તેમના ઓપરેશન્સ ખર્ચમાં થયેલા વધારાને ૫૦ ટકા સરભર કરશે.

ખર્ચમાં જેટલા ટકાનો વધારો થયો છે તેના અડધા ટકા જેટલો વધારો ભાડામાં જોવા મળશે. ખાસ તો છેલ્લી ઘડીએ ખરીદવામાં આવતી ટિકિટનાં ભાડાં વધશે, જ્યારે એડ્વાન્સમાં ખરીદવામાં આવતી ટિકિટ તો સસ્તી જ રહેશે.એક્ઝિક્યુટિવે ઉમેર્યું હતું કે, જેટ ફ્યુઅલના ભાવ ૧૬ ટકા જેટલા વધ્યા છે અને અન્ય ખર્ચ ૭ ટકા જેટલો વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, એરલાઇનના ખર્ચમાં જેટ ફ્યુઅલના ખર્ચનો હિસ્સો મહત્તમ હોય છે. જેમ કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડિગોનો ઈંધણખર્ચ તેના ઓપરેટિંગ ખર્ચના ૩૫ ટકા હતો.

છેક ઓગસ્ટ મહિનાથી જેટ ઈંધણના ભાવ વધી રહ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, ઓગસ્ટમાં નવી દિલ્હીમાં જેટ ફ્યુઅલના ભાવ રૂ.૪૮,૧૧૦/કિલોલિટર હતા, જે જાન્યુઆરીમાં ૧૯ ટકા વધીને રૂ.૫૭,૪૬૦ થઈ ગયા છે. એરલાઇન્સ જણાવે છે કે, ૠજઝ હેઠળ લાગતા ટેક્સથી તેમના વાર્ષિક ખર્ચમાં  રૂ.૪,૭૫૦ કરોડનો બોજ આવશે અને પરિણામે, એરલાઇન્સને થતો નફો ધોવાઈ જવાની શક્યતા છે.

સસ્તાં ભાડાંની એક એરલાઇનના અધિકારીએ કહ્યું હતું કે, હવાઈભાડાંમાં વધારો માર્ચ પછી શરૂ થવાની શક્યતા છે. માર્ચ ક્વાર્ટર એરલાઇન્સ માટે હવે નોન-પીક ક્વાર્ટર હોવાથી હવાઈભાડામાં ત્યાર પછી જ વધારો થઈ શકે છે.

જોકે, ટ્રાવેલ ઉદ્યોગના અધિકારીઓને હવાઈભાડામાં વધારો થવાથી માંગ પર અસર પડવાની શક્યતા લાગતી નથી. ઢફિિંફ.ભજ્ઞળના ઈઘઘ શરત ઢાલ કહે છે કે, ફ્યુઅલના વર્તમાન ભાવ જોતાં ભાડાંમાં મોટો વધારો થાય તેવું મને લાગતું નથી. ૨૦૧૮માં માંગ સારી રહેશે અને કંપનીઓએ ક્ષમતામાં જે વધારો કર્યો છે તેનાથી તેઓ માંગને પહોંચી વળશે. જો ફ્યુઅલના ભાવ ખૂબ વધે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.