Abtak Media Google News

સમગ્ર જીટીયુમાં મારવાડી કોલેજ પ્રથમ: ટોપ ટેનમાં ૧૧ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ.

 મારવાડી કોલેજના એમ.સી.એ. વિભાગ દ્વારા ત્રણ વર્ષિય રેગ્યુલર અને ૫ વર્ષીય ઈન્ટીગ્રેટેડ એમ.સી.એ. અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. મારવાડી કોલેજની અનન્ય શિક્ષણ પઘ્ધતિ અને અભિગમના લીધે દર વર્ષે ઈન્ટીગ્રેટેડ એમ.સી.એ.માં વિદ્યાર્થીઓ જી.ટી.યુ.ના પરીણામોમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. તાજેતરમાં જાહેર થયેલ ઈન્ટીગ્રેટેડ એમ.સી.એ.ના પરીણામોમાં આ વર્ષે મારવાડી કોલેજ સમગ્ર જી.ટી.યુ.માં પ્રથમ સ્થાને છે અને સાથે સાથે કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઈન્ટીગ્રેટેડ એમ.સી.એ.ના સેમ-૧ના પરિણામોમાં સમગ્ર જી.ટી.યુ.માં દોશી તન્વી પ્રમિતભાઈએ પ્રથમ સ્થાન, વીરડીયા કિશન વૃજલાલે તૃતિય સ્થાન અને ભોરણીયા હેમાલી જીતેન્દ્રભાઈએ દસમું સ્થાન મેળવ્યું છે. ઈન્ટીગ્રેટેડ એમ.સી.એ.ના સેમ.-૩ના પરિણામોમાં સમગ્ર જી.ટી.યુ.માં કડેચા બ્રીજેશ જયેશભાઈએ પ્રથમ સ્થાન, કવૈયા રવી વિજયભાઈએ દ્વિતીય સ્થાન, જગડ સંજય હિતેન્દ્રભાઈ અને ગોસ્વામી પામેલીએ તૃતિય સ્થાન, ઝાલા નિલદિપસિંહ બલદેવસિંહ છઠ્ઠું સ્થાન અને જૈન દિવિક મુકેશભાઈએ આઠમું સ્થાન મેળવ્યું છે. ઈન્ટીગ્રેટેડ એમ.સી.એ.ના સેમ-૫ના પરિણામોમાં સમગ્ર જી.ટી.યુ.માં જીંકલ ગોધાણીએ દ્વિતીય સ્થાન, દવે કંદર્પે ચોથુ સ્થાન મેળવ્યું છે. ઈન્ટીગ્રેટેડ એમ.સી.એ.ના સેમ.૭ના પરીણામોમાં સમગ્ર જી.ટી.યુ.માં સોઢા યશ રવિન્દ્રભાઈએ નવમું સ્થાન મેળવી સમગ્ર સંસ્થાનું નામ રોશન કર્યું છે.

વિદ્યાર્થીઓએ તેમની સફળતાનો શ્રેય મારવાડી કોલેજના એમ.સી.એ. વિભાગના ડીન ડો.આર.શ્રીદરન, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ ડો.સુનીલ બજેજા તથા બધા પ્રાધ્યાપકોના સતત માર્ગદર્શનને આપ્યો હતો. મારવાડી કોલેજના કો ફાઉન્ડર અને વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણાએ બધા વિદ્યાર્થીઓ તથા એમ.સી.એ. વિભાગના ડીન તથા બધા પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.