Abtak Media Google News

અંગ્રેજી તો સારું જ છે પણ ગુજરાતી તો મારું છે: વર્ષ ૧૯૯૯માં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે જાહેર કરાયો

આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. યુનેસ્કોના જણાવ્યા મુજબ દર બે અઠવાડિયે એક ભાષા અદ્રશ્ય થતી જોવા મળે છે. ૨૧મી ફેબ્રુઆરીના રોજ આંતરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી નિમિતે માતૃભાષા સાથે લોકો જકડાઈને રહે તેઓ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ૧૯૯૯ના નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસ ઉજવવાનું નકકી કર્યું હતું. ફેબ્રુઆરી ૨૦૦૦ થી દર વર્ષે આ દિવસને ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદેશ એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુ ભાષાવાદને પ્રોત્સાહન મળે. દુનિયામાં ૭ હજારથી વધુ ભાષા બોલાય છે. જેમાની અંદાજે અડધી જેટલી ભાષાઓ અદ્રશ્ય થવાને આરે છે. દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તેમજ એકબીજાને સમજવા માટે દરેક સમાજની મુર્ત અને અમુર્ત ધરોહરનું જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ તો તે માતૃભાષા છે.

ગુજરાતી ભાષાની વાત કરીએ તો બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ગુજરાતી પ્રજાની ઘેલછા વચ્ચે હકિકત જોઈએ તો બિનગુજરાતી લોકોએ ભાવનાત્મક ભાષા ગુજરાતીને માતૃભાષા તરીકે અપનાવી લીધી છે. ગુજરાતના ઉધોગોમાં યુપી કે બિહારના પ્રજાજનો કારીગર તરીકે કામ કરી રહ્યા છે. ગુજરાતી ભાષાની સતત થતી ચિંતા વિશે એક બાબત ખુશ થવા જેવી એ પણ છે કે અનેક બિનગુજરાતીઓ લોકો ગુજરાતમાં આવીને ગુજરાતી ભાષા શીખી ગયા છે અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ જેવા મહાનગરો જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્રમાં ગામડે ગામડે યુપી કે એમ.પી.ના લોકો ખેતરમાં કામ કરતા જોવા મળે છે. વેપાર અને ટ્રાન્સપોર્ટ તેમજ ક્ષેત્રે કામ કરતા બીજા રાજયના લોકો આજે ગુજરાતીમાં વાતચીત કરતા થયા છે.

ગુજરાતી ભાષાના ઉદભવની વાત કરીએ તો મુળભુત ગ્રેટર ઈન્ડો યુરોપીયન ભાષાઓના પરીવારને ઈન્ડો આર્યન શ્રેણીમાંથી કારક્રમે ગુજરાતી ભાષાનો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે. ઈ.સ.૧૧૦૦ થી ૧૫૦૦ વચ્ચેના સમયમાં રાજસ્થાન તરફથી અપભ્રમશ થતા જુની ગુજરાતી ભાષાનું નિર્માણ થયું હતું. ત્યારબાદ સુધારા સાથે આજની ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી છે. ગુજરાતી શબ્દોનો સૌથી પહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદે ઈ.સ.૧૬૦૦-૧૭૦૦માં તેમના સાહિત્યમાં કર્યો હોવાનું માનવામાં આવે છે. ઈતિહાસકારોના મત મુજબ ગુજરાતી ભાષાનું નામ ઈ.સ.૭૦૦ આસપાસ આપવામાં આવ્યું હતું.

ગુજરાતી ભાષાને ત્રણ તબકકામાં વેંચવામાં આવી છે. પ્રથમ ૧૦ થી ૧૪ની સદી વચ્ચેની ભાષા જુની ગુજરાતી એટલે કે ગુર્જર અપભ્રસ ભાષાનો વ્યુહ માનવામાં આવે છે. દ્વિતીય ૧૪ થી ૧૭મી સદી મધ્યકાલીન ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. તૃતીય ૧૭મી સદીથી આજસુધી અપભ્રસ આજસુધી અર્વાચીન ગુજરાતીનો સમય માનવામાં આવે છે. ભારતમાં બંધારણ માન્ય ૨૨ ભાષા છે પરંતુ સમગ્ર દેશમાં ૨ હજારથી વધુ બોલી બોલાય છે.

માતૃભાષાને લુપ્ત થતી જતી બચાવવાનો સમય હવે આવી ગયો છે. માતૃભાષાએ તો આપણી પોતીકી અણમોલ જણસ છે અને આમ ખોવાતી, લુંટાતી આપણાથી ન જોવાય. માતૃભાષા આપણે સાદ કરી રહી છે. માતૃભાષા જીવનનું અમૃત અને જીવનનો ધબકાર છે. આ કામને વહેલામાં વહેલી તકે માથે ઉપાડી લેવું આ આપણા સૌની જવાબદારી છે. કેટલાય બાળ દેવતાઓ વિદેશી ભાષામાં શિક્ષણ આપવાની ઘેલછામાં ઘેલછામાં માતૃભાષાના અમુલ્ય વારસાથી અળગા થઈ રહ્યા છે તો આ માતૃભાષાનો સૌએ એક સંકલ્પ કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.