Abtak Media Google News

જસદણ નગરપાલીકાના આગામી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આગામી તા.૨૫ને રવિવારના રોજ સવારે ૧૧ કલાકે પાલીકાના હોલમાં યોજાય રહી છે. ત્યારે ભાજપ પોતાના ૨૩ સભ્યોમાંથી કોના પર કળશ ઢોળે છે? તે તરફ સર્વે નગરજનોની મીટ મંડાઈ છે. તાજેતરમાં જસદણ નગરપાલીકાની ૨૮ બેઠકોની ચૂંટણી યોજાય જેમાં ભાજપના ૨૩ અને કોંગ્રેસના ૫ સભ્યોએ જનાદેશ મળેલ હતો. જસદણ શહેરને ૧૯૯૫માં પાલીકા વર્ગ ૩ના દરજજો મળ્યા ને હાલ ૨૩મું વર્ષ ચાલી રહ્યું છે. આ વર્ષ દરમિયાન મોટાભાગે ભાજપએ શાસનની ધૂરા સંભાળી હતી.

Advertisement

જસસણ નગરપાલીકાનું ગત શાસન પણ ભાજપ પ્રમુખ મુનાભાઈ સોજીત્રાએ અઢી વર્ષ ચલાવ્યું પણ બીજી ટમર્મં ખૂદ ભાજપના સભ્યોએ બળવો કર્યો આ અંગે સભ્યો પણ સસ્પેન્ડ થયા અને આ પ્રકરણ હજુ પણ ગુજરાત હાઈકોર્ટમાં છે. ત્યારબાદ રાજકોટ જિલ્લા કલેકટરએ તા૧૫ જુલાઈ ૨૦૧૬થી કાર્યકારી પ્રમુખ તરીકે રમાબેન મકવાણા નિયુકત કર્યા આમ ભૂતકાળમાં પક્ષની બહુમતી છતા અનેક વિવાદો થયા સાથોસાથ પક્ષે વિકાસના દ્વાર પણ ખોલ્યા હોવાને કારણ વર્તમાન પ્રમુખ રમાબેન મકવાણાએ એક ખરા અર્થમાં પૂરૂષ સમોવડીબ ની શહેરમાં ૧૪૦ નવા રોડ રસ્તા અને અન્ય પ્રજાકીય સુવિધાને જબરજસત વેગ આપી શહેરીજનોને ભારે સુખાકારી આપી છે.

રવિવારે જસદણ શહેરને નવા પ્રમુખ ઉપપ્રમુખ મળવાના છે. ત્યારે આ અંગે પક્ષના મોવડીઓ કંઈ દ્રષ્ટીથી વિચારે છે તે પ્રજામાં અગત્યનું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.