Abtak Media Google News

મેડિકલ ક્ષેત્રની પી.જી.કક્ષાની બેઠકો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા રાજયની રાજય સરકાર હસ્તક જ કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે. આ ઐતિહાસિક નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સૌથી મોટો ફાયદો એ થશે કે સેલ્ફ-ફાઈનાન્સ (સ્વનિર્ભર) કોલેજો ડોનેશનના નામે કેપીટેશન ફી લઈ ઉધાડી લુંટ ચલાવતી હતી તે બંદ થઈ જશે તથા વિદ્યાર્થીઓને

Medical Collage | Student |
medical collage | student |

અલગ અલગ મેડિકલ કોલેજમાં ફોર્મ ભરવામાંથી રાહત મળશે અને એડમિશન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહેશે પરંતુ ગુજ

રાતની તમામ યુનિવર્સિટીમાં પ્રેફરન્સ કવોટા છે તેને સંપૂર્ણપણે તિલાંજલિ આપી નેષ્ટાનાબુદ કરી નાખવામાં આવે તો ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને નીટ પી.જી.ના મેરિટના જ આધારે એડમિશન માટે સમાન તક મળી રહેશે જેમ કે રાજય સરકાર યુ.જી. લેવલ પર એક જ મેરીટ લીસ્ટ બનાવી કોઈને પણ અગ્રિમતા આપ્યા વગર માત્ર મેરિટને આધારે એડમિશન પ્રક્રિયા છેલ્લા ઘણા વર્ષોથી હાથધરે છે. તેમ પી.જી. લેવલ પર કોઈ પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અગ્રિમતા આપ્યા વગર માત્ર અને માત્ર નીટ પી.જી.ના મેળવેલા મેરિટના આધારે જ એડમિશન પ્રક્રિયા હાથ ધરવી જોઈએ તેવી રજુઆત મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા કલેકટરને કરવામાં આવી છે.

Medical Collage | Student |
medical collage | student

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.