Abtak Media Google News

ભાવનગર ખાતે કલ્પસર અંગે ચિંતન બેઠક ગાંધીવાદી અગ્રણી નેચરોથેરાપીસ્ટ વિનુભાઈ ગાંધી ની અધ્યક્ષતા માં ભાવનગર ખાતે તા૪/૩ ના રોજ જળ કટોકટી અંગે ગહન ચર્ચા સૌરાષ્ટ્ર ના છ જિલ્લા ના અનેકો પ્રતિનિધિ ઓ ની હાજરી માં સૌરાષ્ટ્ર ને નવ સાધ્ય કરવા ગ્રામીણ વિકાસ માટે ભાંગતા જતા ગામડા માટે પ્રબુદ્ધ વિચારણા થઈ.જળ વ્યવસ્થા ઓ માટે દુરંદેશી પૂર્વક નું આયોજન જળ સંસાધન માટે શું પગલાં અસરકરક છે તેના ફાયદા ઓ રોજગારી ઓ વીજળી ઉત્પાદન જેવી દરેક બાબતો પર નિષ્ણાત વ્યક્તિ ઓ દ્વારા સરકાર કોઈ પણ હોય પણ પ્રજા ના પ્રશ્નો ના હાર્દ ને સમજી યોજનાકીય માળખાકીય સુવિધા કેમ વધે તે માટે શું કરવું જોઈ કલ્પચર યોજના વાર વાર કેમ ચૂંટણી સમયે જ વચન રૂપે ઉપયોગ કરાય છે જળ વ્યવસ્થા માટે કરોડો નું બજેટ કરતી સરકાર અને તંત્ર ખુદ જળ વિવેક જાળવતી નથી તરસ લાગે ત્યારે જ કૂવો ખોદતી નીતિ કેમ ? આવા અનેકો સવાલો સાથે ભાવનગર ખાતે તા૪/૩ અને સુરત ખાતે તા૨૩/૨ ના રોજ મળેલ બેઠક માં કલ્પસર માટે ચર્ચા ઓ કરી તેમાં સ્વામી માર્ગીયસ્મિતજી કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા રામકુંભાઈ ખાચર મનસુખભાઈ વાધાણી વિનુભાઈ માંડવીયા અનિલભાઈ કાંણે દેવશીભાઈ ભડીયાદરા સી પી વાનાણી ધનજીભાઈ ઝડફિયા બાબુભાઈ વાધાણી અરવિંદભાઈ લાખાણી ડાલિયા વિનુભાઈ સહિત ના અગ્રણી ઓ ની હાજરી માં બે બેઠકો એક બેઠક સુરત ખાતે ઝડફિયા ફાર્મ હાઉસ ખાતે અને બીજી બેઠક ભાવનગર ગાંધી વિનુભાઈ ના નિવાસ સ્થાને મળી હતી કલ્પસર યોજના માટે સૌરાષ્ટ્ર ના દરેક તાલુકા માં થી પ્રતિનિધિ ઓ ની હાજરી જવાબદારી ઓ સાથે કલ્પસર યોજના  કાર્યરત કરવા ની માંગ  વિધિવત સરકાર માં બજેટ જોગવાઈ કરવા માટે સૌરાષ્ટ્ર ભર ના અગ્રણી નું ગઠન કરવા ના આયોજન ની બેઠકો તબબકા વાર શરૂ કરતાં અગ્રણી ઓ હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.