Abtak Media Google News

કેનેડા દેશના એડમેન્ટોન શહેરમા તા.૦૩ માર્ચ થી ૦૭ માર્ચ-૨૦૧૮ દરમિયાન યોજાયેલ ક્લાઈમેટ ચેન્જ અંગેની ગ્લોબલ મેયર્સ સમિટમાં ભારત દેશમાંથી માત્ર રાજકોટ શહેરના મેયર ડો.જૈમન ઉપાધ્યાય ભાગ લેતા નજરે પડેલ છે.

આજેગૃપ મીટીંગમાં મેયરે જણાવેલું વધતા જતા શહેરીકરણના કારણે રહેણાંક, કોમર્શીયલ, ઔદ્યોગિક, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તા ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ શહેરી સેવાઓમાં એનર્જીના વપરાશનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે, અને કલાઈમેટ ચેન્જની પ્રવર્તમાન નકારાત્મક અસરો તે જવાબદાર છે આ જોખમો છતાં અનેક શહેરોએ હજુ ક્લાઈમેટ ચેન્જની અસરો ક્રમશ: ઓછી કરવાની દિશામાં કશું કાર્ય કર્યું ની. અર્બન પોલીસી અને એક્શન પ્લાનના અભાવને કારણે અર્બન અને એન્વાયર્મેન્ટ પ્લાનીંગનો અભાવ હોવાી અનેક શહેરોમાં પર્યાવરણની જાળવણી માટે જોઈએ તેવી જનજાગૃતિ કેળવી શકાઈ ની.

જે તે શહેરની સનિક સ્વરાજ્યની સંસએ આગામી ૫ વર્ષોના વિકાસને નજર સમક્ષ રાખી કાર્બન ડેવલપમેન્ટ એક્શન તબક્કાવાર અમલી બનાવવા જોઈએ, અને તેમાં વાસ્તવિક તા અમલ ઈ શકે તેવા પ્રયાસો હા ધરવા જોઈએ. વિશ્વના કેટલાક શહેરોને મર્યાદિત સહયોગ મળતો હોય તેના માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ મેળવી શકે છે તેવી ટકોર મેયરે કરી હતી.

તેમણે ઉમેર્યું કે, કોઇપણ પોલીસી અને ક્લાઈમેટ રેઝીલીયન્ટ એકશન પ્લાન બનાવવા વિવિધ ક્ષેત્રોનું સંકલન, સાયન્ટીફીક ડેટા બેઇઝ, બેઇઝલાઈન, આંકલન ક્રિટીકલ સેક્ટર તા તેનું અસરકારક નિરાકરણ શોધવું અંત્યંત આવશ્યક બની રહે છે. ભારતમાં સ્માર્ટ સીટી પ્રોગ્રામ હેઠળ ડેટા એકત્રીકરણને ભરપુર પ્રોત્સાહન સર્મન મળે છે. અન્ય કેટલીક બાબતોમાં ‘ઇકલી’ સાઉ એશિયા જેવી વૈશ્વિક સંસઓ પાસેથી આવશ્યક જાણકારી અને ટેકનીકલ સહાયતા મળી રહે છે. રાજકોટ મહાનગરપાલિકાએ ઇકલીની ક્લાઈમેટ રેઝિલીયન્ટ સિટિઝ મેડોલોજીની મદદી ક્લાઈમેટ રીઝીલીયન્ટ સીટી એક્શન પ્લાન બનાવેલ છે જેમાં સાયન્ટીફીક ડેટાના આધાર પર વિવિધ કાર્યો નક્કી કરાયા છે. રાજકોટના વિવિધ પ્રયાસોના કારણે શહેરની સ્ટ્રેટેજિક કેપેસીટીઝ્માં વધારો ઇ રહ્યો છે અને રાજકોટ લો કાર્બન અને એનર્જી એફિશિયન્સીની દિશામાં ઝડપી આગળ ધપી રહ્યું છે, તેમ પણ મેયરશ્રીએ અંતમાં કહ્યું હતું.

Img 20180307 Wa0038 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.