Abtak Media Google News

ધાકધમકી આપવી, મારામારી કરવી એ કોંગ્રેસનું ચરિત્ર છે. જ્યારે સેવા અને સૌમ્યતા એ ભાજપાના સંસ્કાર છે :  વાઘાણી

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલી મારામારી અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતની લોકશાહીમાં આજનો દિવસ કોંગ્રેસના નામે કાળા અક્ષરે લખાશે. વિધાનસભા ગૃહમાં પ્રજાના પ્રશ્નોની યોગ્ય રીતે ચર્ચા થાય તેનું નિરાકરણ થાય તે માટે કેટલીયે આશાઓ અને આકાંક્ષાઓ સો પ્રજા તેના પ્રતિનિધિને ગૃહમાં મોકલતી હોય છે. બજેટ સેશન જેવા મહત્વના સેશનમાં ભાગ લેવાને બદલે કોંગ્રેસે ગૃહની ગરિમા જાળવ્યા વિના ભાજપાના સભ્યો પર જે રીતની ક્રુરતાી ચાલુ ગૃહે હુમલો કર્યો છે તેવી આ અત્યંત શરમજનક ઘટનાને હું વખોડી કાઢું છું તેમજ સમગ્ર મામલે કોંગ્રેસને સંપૂર્ણપણે દોષિત માનું છું.

કોંગ્રેસનું આ પૂર્વનિયોજીત કાવતરું હતું. કોઇ યોગ્ય કારણ વગર કોંગ્રેસના સભ્યોએ પોતાની જગ્યા છોડવી, વચ્ચે  વચ્ચે બોલવું, વેલમાં ધસી આવવું અને ત્યારબાદ દોડતાં આવી માઇક ખેંચી તેના વડે ભાજપાના ધારાસભ્યો પર હુમલો કરવો આ દ્રશ્યો જોતા એક ગુજરાતી તરીકે આપણું માુ શરમી ઝુકી જાય, ત્યારે કોંગ્રેસના નેતાઓ લાજવાને બદલે ગાજે છે. ભાજપા પર આક્ષેપો કરે છે છે કે તેના સભ્યો અપશબ્દો બોલ્યા પરંતુ હકીકતે પોતાનો વાંક ના દેખાય એટલે આવા બેબુનિયાદ-પાયાવિહોણા આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે જે શરમજનક છે. ગૃહના મહિલા સભ્ય અને આ ઘટના સાક્ષી શ્રીમતી નીમાબેન આચાર્યએ પણ ગૃહમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભાજપાના ધારાસભ્યો જગદીશભાઇ પંચાલ કે હર્ષભાઇ સંઘવી કોઇપણ પ્રકારના અપશબ્દો બોલ્યા ની કે અવિવેક દાખવ્યો નથી ભાજપાના ધારાસભ્યોએ ગૃહની ગરિમાપૂર્ણ પરંપરા જાળવવાનું કાર્ય કર્યું છે. જ્યારે કોંગ્રેસે ગૃહની ગૌરવશાળી પરંપરાને કાળું ટીલું લગાડવાનું પાપ કર્યું છે.

વાઘાણીએ જણાવ્યું હતુ કે, જ્યારે વિપક્ષના જવાબદાર આગેવાન ગૃહમાં અધ્યક્ષશ્રી સમક્ષ તેમના સભ્યોના ગેરવર્તનની સજા ઓછી કે હળવી કરવાની વિનંતી કરતા હોય એ જ સાબિત કરે છે કે કોંગ્રેસ ખૂદ માને છે, સ્વીકારે છે કે તેમના સભ્યોએ ગેરવર્તાવ કર્યો છે. કોંગ્રેસે તેની અરાજકતા ફેલાવવાની હીન માનસિકતા સો આજે જે પ્રકારની ગુંડાગર્દી અને મારામારી કરી છે તે પરની સ્પષ્ટ ાય છે કે કોંગ્રેસને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં કોઇ જ રસ નથી. મને એ કહેતાં આજે જરાય સંકોચ ની કે કોંગ્રેસનું આખે આખું કુળ જ સડેલું છે. ૧૯૯૬માં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ આજ રીતે માઇક ઉખાડી ગૃહમાં હુમલો કર્યો હતો. ધાકધમકી આપવી મારામારી કરવી એ કોંગ્રેસનું ચરિત્ર છે. જ્યારે સેવા અને સૌમ્યતા એ ભાજપાના સંસ્કાર છે.

વાઘાણીએ અંતમાં જણાવ્યું હતુ કે, કોંગ્રેસ અમારી ધીરજની કસોટી ના કરે. અમે કાયદો અને નીતિ-નિયમોમાં માનીએ છીએ. ગૃહની ગરિમા જાળવવાની જવાબદારી સૌ કોઇની છે. કોંગ્રેસના સભ્યો હજુપણ શરમાવાને બદલે, તમને ગૃહની બહાર જોઇ લઇશું તેવી ધમકીઓ ભાજપાના ધારાસભ્યોને આપે છે ત્યારે હું કોંગ્રેસને સ્પષ્ટ કહેવા માંગુ છું કે, અમારી ધીરજ અને સંયમને અમારી નબળાઇ ના સમજે. ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસ અમને પહોંચી ની શકતી તેી ગુજરાતમાં સતત છઠ્ઠી વખત હારેલી કોંગ્રેસ હારની હતાશામાં આવા ગુનાહિત કૃત્યો કરી રહી છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસને ૧૯૯૬ી સત્તાની બહાર રાખી છે અને ૨૦૧૯ અને ૨૦૨૨ના સપના જોવાનું પણ કોંગ્રેસે બંધ કરી દેવું જોઇએ. કારણ કે ગુજરાત અને દેશની જનતાએ કોંગ્રેસની ગુનાહિત અને ભ્રષ્ટાચારી માનસિકતાને ઓળખી લીધી છે. હું ગુજરાત અને દેશની જનતાનો પણ અભિનંદન સો આભાર માનું છું કે આવી સત્તા લાલચુ કોંગ્રેસને તેનું યોગ્ય સન જનતાએ બતાવી દીધું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.