Abtak Media Google News

ત્રીજા બાળકને લઇ મહિલાનું સરપંચ પદ કસોટીએ

બાળક કોનું છે તે માટે કોઈ મહિલાને ડીએનએ ટેસ્ટ આપવો પડતો હોય તેવો ઐતિહાસીક બનાવ કુંકાવાવના તોરી ગામે બનવા જઈ રહ્યો છે. તોરી ગામના મહિલા સરપંચને ત્રીજુ સંતાન ની તે સાબીત કરવા આગામી સમયમાં ડીએનએ ટેસ્ટ આપવો પડશે.

ગત વર્ષે તોરી ગામે ચૂંટાઈ આવેલા મહિલા સરપંચ જયોતિ રાઠોડને ડીએનએ ટેસ્ટ કરાવવા તાલુકા વિકાસ અધિકારી એન.પી.માલવીયાએ આદેશ આપ્યો છે.

Dna Test Zimetroઅહીં ઉલ્લેખનીય છે કે, બાલા રાઠોડ નામના વ્યક્તિએ કરેલી ફરિયાદના અનુસંધાને સરપંચ જયોતિ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવાયું હતું કે, જયોતિને ત્રણ સંતાન છે. ત્રીજી બાળકીના માતા તરીકે નિતા અને પિતા તરીકે ભરત નામના વ્યક્તિનું નામ આપવામાં આવે છે. જયોતિ રાઠોડનું બીજુ નામ નીતા હોવાનું માનવામાં આવે છે.

ત્રીજા બાળકની ઓળખ છુપાવવા માટે બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ યો છે. જો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી ઈ જશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કિસ્સાઓમાં ડીએનએ ટેસ્ટ પિતૃત્વની ઓળખ માટે તો હોય છે. પરંતુ આ કિસ્સામાં માતૃત્વની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે.

પંચાયત રાજ એકટ અનુસાર ત્રણ સંતાન ધરાવનાર વ્યક્તિ સરપંચ પદ ભોગવી શકે નહીં. આક્ષેપ બાદ તોરી ગામના સરપંચને હટાવી દેવાયા હતા. આ નિર્ણયને પડકારાયા બાદ હવે ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ અપાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.