ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પાસે પાઇપલાઇન લિકેજ: ચાર વોર્ડમાં પાણી વિતરણ ખોરવાયું

રાતોરાત રિપેરિંગની કામગીરી શરૂ કરાઇ છતાં વિતરણ વ્યવસ્થા પર અસર

રાજકોટવાસીઓના નશીબમાં જાણે પાણીનું કાયમી સુખ લખેલું ન હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે મોડી રાતે ન્યારી ડેમથી ન્યારી ફીલ્ટર પ્લાન્ટ સુધી આવતી 700 એમએમની પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા સર્જાવાના કારણે શહેરના ચાર વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી હતી. કાળઝાળ ઉનાળામાં નળ વાટે નિયમિત પાણી ન મળવાના કારણે લોકોમાં જબ્બરો દેકારો બોલી ગયો હતો.

કોર્પોરેશનના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા ન્યારી-1 ડેમથી ન્યારી-1 ફીલ્ટર પ્લાંન્ટ સુધી બલ્ક વોટર ટ્રાન્સમીશન મેઇન 700 એમ.એમ. વ્યાસની એમ.એસ પાઇપ લાઇન ગઇકાલે રાત્રે ન્યારી ફીલ્ટર પ્લાન્ટ સંકુલમા લીકેજ થઇ હતી. જેની જાણ સંબધીત અધિકારીઓને કરવામાં આવતા ત્વરીત કાર્યવાહી થકી આવશ્યક સાધન સામગ્રી -મશીન, તથા મેન પાવરની વ્યવસ્થા કરવામાં આવી અથી. ડેમ સાઇટ પરથી પમ્પીંગ બંધ કરી લાઇન ખાલી કરી અને રીપેરીંગ કામ વેલ્ડીંગ વિગેરે કરી મોડી રાત્રીના અંદાજે 1:00 કલાકથી પમ્પીંગ પૂર્વવત શરુ કરવામાં આવ્યુ હતું.

આ રીપેરીંગ કામે અંદાજે બે કલાક પમ્પીંગ બંધ રહેવાના કારણસર ન્યારી ફીલ્ટર પ્લાંન્ટના જી.એસ.આરના લેવલ પ્રભાવિત થવાથી ન્યારી ઇ.એસ.આર ખાતેથી પાણી મેળવતા સંબધિત વિસ્તાર વોર્ડ નં. 02(પાર્ટ), 07(પાર્ટ) , 08(પાર્ટ), 10(પાર્ટ)માં પાણી વિતરણ 1 કલાક મોડુ કરવાની ફરજ પડેલ છે.