Abtak Media Google News

આંદામાન-નિકોબાર કમાન્ડ હેઠળ કોઈ એક પાંખનો વડો અન્ય દળના અધિકારીઓને આદેશ આપી શકે તે માટે સરકાર નિયમોમાં ફેરફાર કરશે

હાલ દેશમાં લશ્કરના ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળનું સુકાન અલગ અલગ વડાના હાથમાં છે. ત્યારે સરકારે લશ્કરની પાંખો વચ્ચેનું સંકલન મજબૂત બનાવવા ધરાવતા એક જ વડાને સોંપવા માંગે છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ આંદામાન અને નિકોબાર કમાન્ડના સ્ટ્રેટેજીક લોકેશનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવશે. અગાઉ ૨૦૦૧માં પણ થીયેટર કમાન્ડ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણેય કમાન્ડને સંકલનમાં રાખવાનો આ પ્રયાસ રાજકારણ અને બ્યુરોક્રેસીના કારણે નિષ્ફળ નિવડયો હતો.

સરકાર સૈન્યની ત્રણેય પાંખના અધિકારીઓ માટે નવા નિર્ણય ઘડશે. જે મુજબ હવે કોઈ એક દળમાં સેવા આપનાર અન્ય દળના વડાના આદેશનું પાલન કરી શકશે. ત્રણેય પાંખો વચ્ચેના નિયમોમાં પણ સમાન્તા લાવવાનો પ્રયાસ થઈ શકે છે. ભારતીય ભારતીય સેનાની ત્રણેય પાંખોના સ્ટ્રકચરલમાં વધુ ભિન્નતા નથી. પરંતુ ત્રણેય પાંખોનો ફંડામેન્ટલ સીફટ અને સીસ્ટમમાં બહોળા તફાવત જોવા મળે છે.

સૂત્રો પાસેી મળતી વિગતો મુજબ આંદામાન-નિકોબાર કમાન્ડના નેવલ કમાન્ડર ઈન ચીફ હવે આર્મી કે વાયુદળના અધિકારીઓને સીધા આદેશ આપી શકશે.

એકંદરે હાલ સરકાર ત્રણેય પાંખોને આંદામાન-નિકોબાર કમાન્ડની તરફેણ ઉપર સંકલનમાં રાખવા માંગે છે. હિન્દ મહાસાગરમાં ચીનની દખલઅંદાજી જોતા આ ક્ષેત્રમાં ત્રણેય પાંખોનું સંકલન વધુ જરૂરી છે.

સૈન્ય પોલીસમાં મહિલાઓની ભરતી

સૈન્ય પોલીસમાં વર્ષના અંત સુધીમાં મહિલાઓની ભરતી થવા લાગશે તેવું ગઈકાલે દહેરાદુન ખાતે એક કાર્યક્રમ દરમિયાન જનરલ બીપીન રાવતે કહ્યું હતું. પ્રમ વર્ષમાં ૮૦૦ મહિલાઓની બઢતી થશે. સૈન્ય પોલીસમાં મહિલાઓને ઓફિસર રેન્કી નીચેનું સન આપવામાં આવશે. હાલ સૈન્યમાં મહિલા સંબંધી ગુન્હાઓના આક્ષેપો તાં હોય, મહિલા પોલીસની નિમણુંક કરવા માંગ ઉઠી હતી. જેને પરિણામે મહિલાઓને મીલીટ્રી પોલીસમાં ભરતી કરાશે. આર્મી ચિફ રાવતે તાજેતરમાં સંસદીય સમીતી દ્વારા પાંચ વર્ષની ફરજીયાત સૈન્ય સેવા માટે કરેલી ભલામણ મુદ્દે કહ્યું હતું કે, આ એક સારો વિચાર છે.

પરંતુ તેનું વિગતવાર પૃકરણ કરવું પડશે. પ્રથમ તો નેશનલ ક્રેડેટ કોર (એનસીસી)માં ભરતી કરાવવી જોઈએ તેવું સુચન પણ તેમણે આપ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.