Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક હાજરી ૩૦ પાલ સાથે સ્વામી વાત્સલ્યની અદભૂત વ્યવસ્થા

મૂર્તિપૂજક સંઘો તથા સ્થાનકવાસી સંઘોના પૂજય સાધુ સાધ્વીજીઓની પાવન ઉપસ્થિતિ: આશિર્વચન ફરમાવશે

શણગારેલા કાર બાઈક-રાસ રથ – કળશધારી બહેનોની બેનમૂન રંગોળી આકર્ષણનું કેન્દ્ર બનશે

જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને આયોજીત તા.૨૯ને ગૂરૂવારના રોજ શ્રમણ ભગવાનશ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે યોજાશે. આગામી તા.૨૯ ને ગુરૂવારે સવારે ૮ કલાકે કિશાનપરા ચોકથી પ્રારંભ, જીલ્લા પંચાયત ચોક, ડો યાજ્ઞીક રોડ, સ્વામિ વિવેકાનંદ પ્રતિમા, જીમખાના રોડ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરિહર ચોક, ચૌધરી હાઈસ્કુલ સવારે ૧૦ કલાકે પહોચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે.

ધર્મયાત્રામાં સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૪ આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાશે. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક સામાજીક પ્રવૃત્તિઓનાં ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં ‚ટ ઉપર આર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર બાઈક સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નીકળશે.

આ મહોત્સવમાં રાજકોટના પનોતા પુત્ર અને જૈન સમાજના ગૌરવ‚પ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ વિશેષ હાજરી આપશે. આ મનમોહક સમીયાણામાં વિશાળ સ્ટેજ સાથે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ સાધ્વીજીઓની પાવનનિધામાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ સાધ્વીશ્રીઓ આશિર્વચન ફરમાવશે. સાથે સાથે પ્રખર વકતા જગદીશભા, ત્રિવેદી ધર્મસભાને સંબોધશે.

ધર્મયાત્રામાં પુ.સાધુ ભગવંતોની પાવન નિશ્રામા ધર્મયાત્રામાં પ્રારંભમાં અધ્યક્ષ રથ જોડાશે. જેનો લાભ કુમારી ધારા જીતેન્દ્રભાઈ બેનાણી પરિવારએ લાભ લીધેલ છે. ઉપરાંત ધર્મયાત્રાના રૂટ ઉપર જૈન જેનેતરો માટે પ્રસાદ વિતરણ થાય તેવા શુભ આશયથી પ્રથમ વખત અનુકંપા રથ પણ સામેલ થશે જેનો લાભ સ્વ. હિરાબેન છોટાલાલ શાહ હસ્તે સુનીલભાઈ શાહ (આર્કેડીયા શેર્સ સ્ટોક બ્રોકર્સ પ્રા.લી.)એ લીધેલ છે. ધર્મયાત્રામાં બહોળી સંખ્યામાં કાર અને બાઈક સવારો પણ જોડાશે. ધર્મયાત્રામાં જોડાનાર કાર અને ટુ વ્હીલરનું સુશોભન માટે પણ ઈનામ રાખવામાં આવેલ છે.

સમસ્ત જૈન સમાજ માટેના સ્વામી વાત્સલ્યમાટે વિવિધ પાલમાટે ઉદારદીલ દાતાશ્રીઓએ લાભ લીધેલ છે.જેમાં પાલ નં. ૧ શ્રી આદિનાથ સ્વામી પાલ, માતુશ્રી કમળાબેન મનસુખલાલ વોરા હ.ઈલાબેન હર્ષદભાઈ વોરા, પાલ નં. ૨ શ્રી અજિતનાથ સ્વામી પાલ, સેવી ઈન્ફ્રાસ્ટ્રકચર અમદાવાદ હ. જક્ષયભા શાહ, પાલ નં.૩ શ્રી સંભવનાથ સ્વામીપાલ સ્વ.તારામતીબેન ઈશ્ર્વરલાલ દોશી, હ. મુકેશભાઈ દોશી, શ્રીમતી ભાવનાબેન નવીનભાઈ અજમેરા હ. જનીશભાઈ પારસભાઈ પાલ નં. ૪ શ્રી અભિનંદન સ્વામી પાલ- માતુશ્રી કાંતાબેન રમણીકલાલ દેશાઈ હ: અનીલભાઈ દેસાઈ માતુશ્રી મુકુદબેન ઈન્દુબાઈ મહેતા હ. પિયુષભાઈ મહેતા, સ્વ. ચંપાબેન દલીચંદભા શેઠ હ. વિભાશભાઈ સ્વ. ચંદ્રાબેન નટવરલાલ શાહ હ. કમલેશભાઈ શાહ, પાલ નં. ૫ શ્રી સુમતિનાથ સ્વામી પાલ શ્રી સુમતિનાથ જિનાલય જિનાલય યુનિ.રોડ દેરાસર જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ રોયલ, પાલ નં.૬ શ્રી પદ્મપ્રભુ સ્વામી પાલ માતુશ્રી જશવંતીબેન રમણીકલાલ મહેતા હ. પરેશભાઈ, નરેશભાઈ – એક શ્રાવકશ્રી, નવનીતભાઈ ચુનીલાલ બાવીસી – શ્રીમતિ દેવયાનીબેન દિનેશચંદ્ર શાહ માંગરોળવાળા, પાલ નં.૭ શ્રી સુપાર્શ્ર્વનાથ સ્વામી પાલ માતુશ્રી જયોત્સનાબેન રમણીકલાલ ગોસલીયા – હ. અલ્કેશભાઈ ગોસલીયા, પાલ નં.૮ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી પાલ શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન સંઘ, શ્રી શેઠ ઉપાશ્રય, શ્રી ચંદ્રપ્રભુ સ્થા. જૈન સંઘ, શ્રી મનહરપ્લોટ સ્થા. જૈન સંઘ, શ્રી રેસકોર્ષ પાર્ક સ્થા. જૈન સંઘ, પાલ નં.૯ શ્રી સુવિધીનાથ સ્વામી પાલ- શ્રીમતિ સરયુબેન ચંદ્રકાંતભાઈ શેઠ- હ.ઋષભભાઈ તથા શ્રીમતિ ભાવનાબેન વસંતભાઈ તુરખીયા હ. જયભાઈ, પાલ નં.૧૦ શ્રી શીતલનાથ સ્વામી પાલ, શ્રી રતિગુ‚ ચેરીટેબલ ટ્રસ્ટ – હ. ટી.આર.દોશી, પાલ નં.૧૧ શ્રી શ્રેયાંશનાથ સ્વામી શ્રીમતી બીનાબેન રાજેશભાઈ છેડા જસ્ટ ઈન ટાઈમ-મુંબઈ પરિવાર પાલ નં.૧૨ શ્રી વાસુપૂજય સ્વામી પાલ – શ્રી શાહ છબીલદાસ દુર્લભજી – હ. ગુણવંતીબેન ગુણવંતરાય શાહ- મોરબી, પાલ નં.૧૩ શ્રી વિમલનાથ સ્વામી પાલ શ્રીમતિ કલ્પનાબેન અશ્ર્વીનભાઈ શાહ- પડધરીવાળા, શ્રીમતિ સરોજબેન હસમુખલાલ દોશી હસ્તે પીયુષભાઈ દોશી, શ્રીમતિ મધુબેન જિતેન્દ્રભાઈ કુશાંગ દોશી, સ્વ. લલીતાબેન મનુભાઈ જસાણી હસ્તે તુષાર અને સંદીપ પીયુષભાઈ દોશી, શ્રીમતિ મધુબેન જિતેન્દ્રભાઈ દોશી હસ્તે કુશાંગ દોશી, સ્વ. લલીતાબેન મનુભાઈ જસાણી હસ્તે તુષાર અને સંદીપ જસાણી, પાલ નં.૧૪ શ્રી અનયતનાથ સ્વામી પાલ શ્રી ગુ‚ભકત પરિવાર પાલ નં.૧૫ શ્રી ધર્મનાથ સ્વામી પાલ- શ્રી પારસધામ-મુંબઈ, પાલ નં. ૧૬ શ્રી શાંતિનાથ સ્વામી પાલ- શ્રી પારસધામ રાજકોટ, પાલ નં.૧૭ શ્રી કુંથુનાથ સ્વામી પાલ શ્રી પાવનધામ મુંબઈ, પાલ નં.૧૮ શ્રી અરનાથ સ્વામી પાલ શ્રી ચમનભાઈવિરચંદભાઈ દોશી મોરબીવાળા હ. નિર્મળાબેન, હિનાબેન પ્રશાંતભાઈ શેઠ તથા સ્વ. મંજુલાબેન હસમુખરાય ધ્રુવ, હ. ફાલ્ગુનીબેન, તુષારભાઈ, ઈશીતા, પરમ, પાલ નં.૧૯ શ્રી મલ્લિનાથ સ્વામી પાલ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન પરિવાર, પાલ નં.૨૦ શ્રી મુનિસુવ્રત સ્વામી પાલ, એચ.જે. સ્ટીલ્સ રાજકોટ, પાલ નં.૨૧ શ્રી નેમિનાથ સ્વામી પાલ સ્વ. ચંદનબેન મનહરલાલ ખજુરીયા હ. સીમાબેન, હિમાંશુભાઈ પુજા, અદિત, સ્વ. પ્રભાબેન ચંદ્રકાંતભાઈ હ. પરાગભાઈ કોઠારી, પાલ નં. ૨૨ શ્રી નેમનાથ સ્વામીપાલ મોદી સ્કુલ પરિવાર, પાલ નં.૨૩ શ્રી પાર્શ્ર્વનાથ સ્વામી પાલ શ્રી કાલાવડ રોડ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ શ્રી મણીઆર પરિવાર, પાલ નં. ૨૪ શ્રી મહાવીર સ્વામી પાલ શ્રીમતી ભાવનાબેન હસમુખભાઈ શાહ હ. દર્શનભાઈ શાહ, પાલ નં.૨૫ શ્રી ગૌતમ સ્વામી પાલ, એચ.જે. સ્ટીલ્સ રાજકોટ, પાલ નં.૨૬ શ્રી પદ્માવતી માતાજી પાલ સમસ્ત ઉદાણી પરિવાર રાજકોટ, પાલ નં. ૨૭ શ્રી મણીભદ્રદાદા પાલ શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ, શ્રી માંડવી ચોક દેરાસર, શ્રી જાગનાથ દેરાસર, શ્રી મણીઆર દેરાસર, શ્રી પટણી દેરાસર, પાલ નં.૨૮ શ્રી ઘંટાકર્ણ મહાવીર સ્વામી પાલ માતુશ્રી ઈંદીરાબેન અનંતરાય કામદાર હ.નિતીનભાઈ કામદાર તથા માતુશ્રી જશવંતીબેન શશીકાંતભાઈ ધોળકીયા હ.આય.કેર ઓપ્ટીક, પાલ નં.૨૯ શ્રી અંબીકા માતાજી પાલ શ્રીમતિ શાંતાબેન રતીલાલ સંઘવી, સ્વ. શ્રી વીણાબેન મહેન્દ્રભાઈ સંઘવી, હ.મહેન્દ્રભાઈ તથા શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ રાજકોટ, પાલ નં.૩૦ શ્રી કાનજી સ્વામી પાલ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તથા શ્રી કુંદન પ્રાણ ચેરીટેબલ ટ્રસ્ટ હ. ખારા પરિવાર દ્વારા લાભ લીધેલ છે.

જયારે મહેમાનશ્રીઓ અને આમંત્રીતો માટે એક વિશાળ વીઆઈપી પાલ રાખવામા આવેલ છે. જેના મુખ્ય દાતા તરીકે રોલેકસ રીંગ્સ પ્રાઈવેટ લીમીટેડ તથા શ્રીમતી વસંતપ્રભા હસમુખભાઈ વસા પરિવાર દ્વારા લાભ લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.